મુખ્ય સમાચાર
News of Wednesday, 13th November 2019

અમેરિકાના ન્યુજર્સીમાં જુદા જુદા હોદાઓ માટે યોજાયેલી ચૂંટણીઓમાં ભારતીયોનો ડંકોઃ એસેમ્બલી મેન,કાઉન્સીલમેન, બોર્ડ ઓફ એજ્યુકેશન મેમ્બર, સહિત વિવિધ સ્થાનો ઉપર અનેક ભારતીયો ચૂંટાઇ આવ્યા

ન્યુજર્સીઃ અમેરિકાના ન્યુજર્સીમાં તાજેતરમાં જુદા જુદા હોદાઓ માટે યોજાયેલી ચૂંટણીઓમાં સ્થાનિક ભારતીયોએ અનેક સ્થાનો ઉપર વિજેતા બની ડંકો વગાડી દીધો છે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

પ્રાપ્ત વિગત મુજબ ક્રેનબરી ટાઉનશીપમાં યોજાયેલી ૩ વર્ષની મુદત માટેની બોર્ડ ઓફ એજ્યુકેશનની ચૂંટણીમાં શ્રી પ્રમોદ ચિવાતે વિજયી થયા છે.

એડિસન ટાઉનશીપમાં ચાર વર્ષની મુદત માટેની કાઉન્સીલની ચૂંટણીઓમાં શ્રી અજય પાટીલએ વિજય મેળવ્યો છે. જયારે બોર્ડ ઓફ એજ્યુકેશનની ૩ વર્ષ માટેની મુદતની ચૂંટણીઓમાં ૧૦ ઉમેદવારો વચ્ચેની સ્પર્ધામાં શ્રી શિવી પ્રસાદ મધુકરએ ઝળહળતી ફતેહ મેળવી છે.

ઓલ્ડ બ્રિજમાં બોર્ડ ઓફ એજ્યુકેશનની ૩ વર્ષની મુદત માટેની ચૂંટણીઓમાં શ્રી થેરેસા બર્ન્સ, શ્રી જીલ કાલી, તથા શ્રી સાલ્વાટોર જીઆર્ડોના વિજયી બન્યા છે. જયારે પિસ્કાટા વેમાં શ્રી બ્રેન્ડા સ્મિથ, શ્રી કેલવિન લાલીન, તથા શ્રી રાફ જોન્સન વિજેતા જાહેર થયા છે.

સાઉથ બ્રન્સવીક બોર્ડ ઓફ એજ્યુકેશનમાં સુશ્રી જોઇસ મહેતા વિજયી  થયા છે. વુડબ્રિજમાં શ્રી અક્ષર સિદાના વિજયી થયા છે.

જયારે જર્સી સીટીના પૂર્વ મેયર ઇન્ડિયન અમેરિકન ડેમોક્રેટ શ્રી રાજ મુખરજીએ ૩૩મા સ્ટેટ એસેમ્બલી માટે યોજાયેલી ચૂંટણીમાં વિજેતા બની પોતાની સીટ જાળવી રાખી છે.

(8:03 pm IST)