મુખ્ય સમાચાર
News of Tuesday, 13th November 2018

૨૦૧૯ લોકસભા ચૂંટણીમાં મુલાયમની વહુઓ હશે સામસામે

લખનોૈ તા.૧૩: પ્રગતિશીલ સમાજવાદી પક્ષના નેતા શિવપાલસિંહ યાદવે કહ્યું કે આવનાર લોકસભા ચૂંટણીમાં તેમનો પક્ષ સૌથી મોટા પક્ષ તરીકે યુપી માંથી બહાર આવશે. જો કે સમાન વિચારધારાવાળા ૪૩ પક્ષ તેમની સાથે છે. જયારે મુલાયમસિંહની છાવણીમાં કેટલીક ભાંગફોડ દેખાઇ રહી છે. ત્યારે શિવપાલ અને અર્પણા સાથે જોવામાં આવ્યા છે જેના કારણે રાજકીય વર્તુળોમાં એવું અનુમાન થઇ રહયંુ છે કે ડીંમ્પલ યાદવ અને દેરાણી અર્પણા યાદવ પણ સામ સામે લડી શકે છે.

શિવપાલ કાકા સાથે જાહેરમાં આવેલી અર્પણાએ નવા રાજકીય સંકેતો આપ્યા છે. ચર્ચા છે કે રાજકીય અખાડામાં હવે મુલાયમના પુત્ર અખિલેશ અને ભાઇ શિવપાલના સામ સામે શકિત પ્રદર્શનના કારણે મુલાયમની છાવણીમાં ભાંગફોડ થશે. મુલાયમની મોટી વહુ ડીંમ્પલનો સામનો આવનારા દિવસોમાં દેરાણી અર્પણા સાથે થઇ શકે છે.

સંડીલામાં ઉર્સ અને કુસ્તી સમારોહમાં આવેલ શિવપાલે કહ્યું કે મોટાભાઇ મુલાયમસિંહ યાદવ ઉપરાંત તેમની પુત્રવધુ અર્પણા યાદવ પણ તેમની સાથે છે. ચૂંટણીમાં જેટલા પણ પક્ષો હશે તેમની સાથે ચર્ચા થશે. બામસેફના રાષ્ટ્રિયપ્રમુખ વામન મેશ્રામ સાથે પણ વાત થઇ છે અને તે અમારી સાથે છે. આ મોકા પર અર્પણા યાદવે કહ્યું કે તે જે કંઇપણ કરે છે તે નેતાજીના કહેવાથી કરે છે. નેતાજી તેની સાથે છે. જો કે તેણે સપાના રાષ્ટ્રિય પ્રમુખ અખિલેશ યાદવ પર કોઇ ટિપ્પણી નહોતી કરી.

(1:23 pm IST)