અમેરિકામાં લૂંટના ઇરાદે ગુજરાતી દંપતી ઉપર ફાયરીંગ : મહિલાનું મોત
મહિલા અને તેમના પતિ રાત્રે સ્ટોર બંધ કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે એક અશ્વેત લૂંટારૃં લૂંટના ઇરાદે આવી પહોંચ્યો હતો
ન્યૂયોર્ક તા. ૧૩ : વિદેશોમાં ગુજરાતી લોકો અસુરક્ષિત હોય એવું લાગી રહ્યું છે. વિદેશોમાં ગુજરાતીઓ ઉપર જીવલેણ હુમલાઓ થવાની ઘટનાઓ અવાર નવાર બનતી રહે છે. એકવાર ફરીથી આવોજ કિસ્સો અમેરિકાના જયોરજીયાના આલબેનીમાં બન્યો છે. જયાં અશ્વેલ લૂંટારૂએ ગુજરાતી દંપતી ઉપર લૂંટના ઇરાજે ફાયરિંગ કર્યું હતું. જેના પગલે મહિલાને ગોળી વાગતા તેનું મોત નીપજયું હતું.
વધુ મળતી માહિતી પ્રમાણે અમેરિકામાં એક ગુજરાતી દંપતી વરસોથી રહે છે. આ ગુજરાતી દંપતની જયોરજીયાના આલબેનનીમાં પોતાનો સ્ટોર ધરાવે છે.
મહિલા અને તેમના પતિ રાત્રે સ્ટોર બંધ કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે એક અશ્વેત લૂંટારૃં લૂંટના ઇરાદે આવી પહોંચ્યો હતો. ગુજરાતી દંપતી પોતાની કારમાં બેસવા જાય છે ત્યારે અશ્વેત લૂંટારૃંએ તેમના ઉપર ફાયરિંગ કર્યું હતું. જેના પગલે ગોળી પતિએ કારને ફૂલ સ્પીડમાં હંકારી કાઢી હતી. જોકે, પત્નીને ગોળી વાગતા તેનું મોત નીપજયું હતું.
લૂંટના ઇરાદે હત્યાની આ ઘટના સ્ટોર પાસે લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી. આ ઘટના અંગે અમેરિકાની પોલીસે વધુ તપાસ હાથધરી હતી.