મુખ્ય સમાચાર
News of Monday, 12th November 2018

પત્નીની યાદમાં મિની તાજમહેલ બનાવનાર 81 વર્ષના ફૈઝલ હસન કાદરીનું અકસ્માત બાદ અલીગઢમાં મોત

નિઃસંતાન દંપતી :કાદરીને તેમની બેગમ તજ્જમુલીની બાજુમાં દફનાવવામાં આવ્યા

 

અલીગઢ :પત્નીની યાદમાં મિની તાજમહેલ બનાવનાર 81 વર્ષના ફૈઝલ હસન કાદરીનું માર્ગ અકસ્માત બાદ મૃત્યુ નીપજ્યું છે  શુક્રવારે સવારે મોટર સાઈકલ સાથે  અકસ્માત થયા બાદ તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને અલીગઢ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યાં તેઓનું સારવાર દરમિયાન મોત થયું છે. તેમને તેમની બેગમ તજ્જમુલીની બાજુમાં દફનાવવામાં આવ્યા છે.

   બુલંદશહર નિવૃત્ત પોસ્ટમાસ્ટર ફૈજુલ હસન કાદરીએ તેમની સ્વર્ગીય પત્ની તજ્જમુલી બેગમની યાદમાં એક તાજમહેલ બનાવ્યો હતો. તાજમહેલની આકૃતિ એકદમ તાજમહલ જેવી રાખવામાં આવી છે. પરંતુ તે જોવામાં એકદમ સાધારણ લાગે તેવો છે. તે 15 લાખના ખર્ચે તૈયાર કરવામા આવ્યો છે.

  ફૈજુલ હસન કાદરીએ જણાવ્યું હતું કે, તેમને કોઈ બાલક નથી. તેથી તેમની પત્નીએ કહ્યું હતું કે, આપણે એવી કોઈ ઈમારત બનાવી જોઈએ જેથી આપણાં મર્યા પછી પણ લોકો આપણને યાદ રાખે.

 

(12:40 am IST)