મુખ્ય સમાચાર
News of Wednesday, 13th October 2021

કેરલમાં ભારે વરસાદના લીધે નદીઓ હાઇ લેવલ પર

અલગ-અલગ જિલ્લામાં ઓરેન્જ અને યલો એલર્ટ : ત્રિશૂર તથા કોઝિકોડના ઘણા ભાગમાંથી લોકોને નિકાળીને રાહત તથા પુનર્વાસ છાવણીમાં પહોંચાડવામાં આવ્યા

નવી દિલ્હી,  તા.૧૩ : આઈપીએલ બાદ ક્રિકેટ ફેન્સની નજર ટી૨૦ વર્લ્ડ કપ છે. તે વચ્ચે જ ટી૨૦ વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આગામી ટી૨૦ વર્લ્ડ કપ માટે અક્ષર પટેલને હટાવીને તેના સ્થાને શાર્દુલ ઠાકુરને ૧૫ સભ્યોની ભારતીય ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. જે બાદ હવે અક્ષર પટેલને શ્રૈયસ ઐય્યર અને દીપક ચહર સાથેના રિઝર્વ પ્લેયર્સની કેટેગરીમાં સામેલ કરી દેવામાં આવ્યો છે. જો કે, અક્ષર પટેલના સ્થાને કેમ શાર્દુલ ઠાકુરને ટીમમાં સામેલ કરાયો છે, તેનું સ્પષ્ટ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. ભારતીય ટીમમાં આ ફેરફાર કરવાનું પાછળ ઈજા નથી, પણ ઓલ ઈન્ડિયા સિલેક્શન કમિટી અને ટીમ મેનેજમેન્ટ વચ્ચેની ચર્ચા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે, એવી ચર્ચા છે કે, ટીમમાં શાર્દુલ ઠાકુરને એટલા માટે સામેલ કરાયો છે કે, કેમ કે હાર્દિક પંડ્યાને લઈને હજુ પણ ટીમ મેનેજમેન્ટ સંશયમાં છે, કેમ કે તેણે હજુ સુધી બોલિંગ શરૂ કરી નથી.

શાર્દુલ ઠાકુરે છેલ્લે આ વર્ષે અમદાવાદમાં ઈંગ્લેન્ડ સામે ટી૨૦ મેચ રમી હતી, અને આ મેચમાં તેણે સાબિત કરી દીધું હતું કે, ટી૨૦ ફોર્મેટ માટે તે ઓલ રાઉન્ડર ઓપ્શન છે. ગત મહિને ઈંગ્લેન્ડ સામેની ઓવલ ટેસ્ટમાં તેની બે ફિફ્ટીએ ભારતીય ટીમને જીત માટે મદદ કરી હતી. જે બાદ તેની બેટિંગના પણ એક્સપર્ટે ખુબ વખણ કર્યાં હતા.

એટલું જ નહીં, આઈપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સ માટે રમતાં શાર્દુલ ઠાકુરનું પ્રદર્શન પણ ખુબ જ સારું રહ્યું છે. આઈપીએલ ફાઈનલમાં પહોંચેલી સીએસકે માટે શાર્દુલ ઠાકુરે ૧૫ મેચોમાં ૮.૭૫ની ઈકોનોમીથી ૧૮ વિકેટ ઝડપી છે. જો કે, આ વચ્ચે અક્ષર પટેલને સ્ટેન્ડ બાય લિસ્ટમાં સામેલ કરાયા બાદ ભારત પાસે ટીમમાં હવે ચાર સ્પિનર હશે, જેમાં રવીન્દ્ર જાડેજા, આર. અશ્વિન, રાહુલ ચહર અને વરુણ સીવીનો સમાવેશ થાય છે.

૧૫ સભ્યોની ભારતીય ટીમઃ વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઈસ કેપ્ટન), કેએલ રાહુલ, સુર્યાકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, રાહુલ ચહર, આર.અશ્વિન, શાર્દુલ ઠાકુર, વરુણ ચક્રવર્તી, જસપ્રિત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી.

આ ઉપરાંત બીસીસીઆઈ દ્વારા આઠ ક્રિકેટરોનાં નામ પણ જાહેર કરવામાં આવ્યા છે, જે ભારતીય ટીમને તૈયારી માટે મદદ કરશે. આ ક્રિકેટરોમાં આવેશ ખાન, ઉમરાન મલિક, હર્ષલ પટેલ, લુકમેન મેરીવાલા, વેંકટેશ ઐય્યરે, કર્ણ શર્મા, શાહબાઝ એહમદ અને કે. ગૌતમ. આ તમામ ખેલાડીઓ દુબઈમાં ભારતીય ટીમ સાથે બાયો બબલમાં પ્રવેશ કરશે.

 

(7:40 pm IST)