મુખ્ય સમાચાર
News of Wednesday, 13th October 2021

લખીમપુરકાંડ : રાહુલ સહિત કોંગ્રેસના નેતાએ રાષ્ટ્રપતિ કોવિંદ સાથે કરી મુલાકાત

અજય મિશ્રાને સસ્પેન્ડ કરવાની કરી માંગ

નવી દિલ્હી તા. ૧૩ : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના નેતૃત્વમાં પાર્ટીનું પ્રતિનિધિમંડળ આજે લખીમપુર ખીરી હિંસા કેસ સંદર્ભે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળ્યા.

કોંગ્રેસ નેતાઓએ લખીમપુર ખીરી કાંડ પરરાષ્ટ્રપતિસાથે વાત કરી. કોંગ્રેસ નેતાઓએ ગૃહ રાજય મંત્રી અજય મિશ્રા ટેનીના રાજીનામાની માંગ કરી છે. રાષ્ટ્રપતિને મળનારાઓમાંરાહુલ ગાંધીઉપરાંત કોંગ્રેસના આ સાત સભ્યોના પ્રતિનિધિમંડળમાં રાજયસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે, વરિષ્ઠ નેતાઓ એકે એન્ટોની, ગુલામ નબી આઝાદ અને પાર્ટી મહાસચિવપ્રિયંકા ગાંધીસામેલ હતા.રાષ્ટ્રપતિરાજનાથ કોવિંદને મળ્યા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે લખીમપુર ખીરીમાં પીડિત પરિવારોની માંગ છે કે તેમના હત્યારાને તેની સજા મળે અને એમ પણ કહ્યું કે જે વ્યકિતએ હત્યા કરી તેના પિતા કેન્દ્રીય ગૃહ રાજય મંત્રી છે. અત્યાર સુધી તેઓ તેમના પદ પર છે. હજું સુધી ન્યાય નથી મળ્યો. આ વાત અમે રાષ્ટ્રપતિને કરી છે.

ત્યારે પ્રિયંકા ગાંધીએ કહ્યું કે રાષ્ટ્રપતિએ અમને આશ્વાસન આપ્યું છે કે તે આજે આ મામલા પર સરકારની સાથે ચર્ચા કરશે. તેમને સસ્પેન્ડ કરવાની માંગ કોંગ્રેસની નથી, અમારા સાથીઓની નથી. આ જનતાની માંગ છે અને પીડિત ખેડૂતોના પરિવારની માંગ છે.

ઉલ્લેખનીય છે કે લખીમપુર હિંસા કેસના મુખ્ય આરોપી આશિષ મિશ્રાની ધરપકડ બાદ ભારતીય કિસાન યુનિયન (BKU) ના રાષ્ટ્રીય પ્રવકતા રાકેશ ટિકૈતે કેન્દ્રીય ગૃહ રાજયમંત્રી અજય મિશ્રા ટેનીના રાજીનામાની માંગ કરી છે.રાકેશ ટિકૈતે કહ્યું છે કે, જયાં સુધી અજય મિશ્રા તેમના પદ પર રહેશે ત્યાં સુધી નિષ્પક્ષ તપાસ શકય નથી. સાથે જ તેમણે રાજીનામું નહીં આપે તો આંદોલનની વાત કરી છે. રાકેશ ટિકૈતે વધુમાં કહ્યું કે, 'જો કેન્દ્રીય મંત્રી રાજીનામું નહીં આપે તો અમે અહીંથી આંદોલનની જાહેરાત કરીશું. લખનૌમાં આ અંગે એક મોટી પંચાયત હશે.' લખીમપુર કેસમાં રાકેશ ટિકૈતે પોતાની યોજના વિશે જણાવ્યું હતું કે હિંસામાં માર્યા ગયેલા ખેડૂતોની રાખ દેશના દરેક જિલ્લામાં જશે અને લોકો તેમને શ્રદ્ઘાંજલિ આપશે.

(3:50 pm IST)