મુખ્ય સમાચાર
News of Wednesday, 13th October 2021

અનિલ દેશમુખ કેસ : રાજ્યના ચીફ સેક્રેટરી તથા ડીજીપીને સીબીઆઈએ પાઠવેલા સમન્સ વિરુદ્ધ મહારાષ્ટ્ર સરકારે મુંબઈ હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા : સ્પેશિઅલ ઇન્વેસ્ટિગેશન ટિમ (SIT) દ્વારા તપાસની માંગણી : 20 ઓક્ટોબરના રોજ સુનાવણી

મુંબઈ : મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અનિલ દેશમુખ વિરુદ્ધ ચાલી રહેલા ભ્રષ્ટાચાર કેસમાં સીબીઆઈએ રાજ્યના ચીફ ચીફ સેક્રેટરી તથા ડીજીપીને પાઠવેલા સમન્સ વિરુદ્ધ રાજ્ય સરકારે મુંબઈ હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા છે.
તથા સ્પેશિઅલ ઇન્વેસ્ટિગેશન ટિમ (SIT) દ્વારા તપાસની માંગણી કરી છે.

તાત્કાલિક લિસ્ટિંગ માટે ન્યાયમૂર્તિ નીતિન જામદાર અને એસવી કોટવાલની બેન્ચ સમક્ષ આ બાબત મુકવામાં આવી છે.

જ્યારે જસ્ટિસ કોટવાલે રાજ્યના વકીલને પૂછ્યું કે આ મામલો તાત્કાલિક કેમ છે, ત્યારે ખાસ વકીલ રણબીર સિંહે કહ્યું કે રાજ્યના ઉચ્ચ અધિકારીઓને પરેશાન કરવામાં આવી રહ્યા છે.

જો કે, બેન્ચ આ બાબતે સંમત થઇ શકી  ન હતી અને 20 ઓક્ટોબરના રોજ સુનાવણી માટે આ કેસ મુકવામાં આવ્યો છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(1:32 pm IST)