મુખ્ય સમાચાર
News of Sunday, 13th October 2019

ટોચની ૧૦ કંપની પૈકીની ૮ કંપનીની મૂડીમાં વધારો થયો

આઠ કંપનીઓની મૂડી ૮૦૯૪૩ કરોડ વધી : આરઆઇએલની માર્કેટ મૂડીમાં સૌથી જંગી વધારો થયો

મુંબઈ, તા. ૧૩ : શેરબજારમાં છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન ટોચની ૧૦ કંપનીઓ પૈકીની ૮ કંપનીઓની માર્કેટ મૂડીમાં સંયુક્તરીતે ૮૦૯૪૩ રૂપિયાનો વધારો થયો છે. આ સપ્તાહમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની માર્કેટ મૂડીમાં સૌથી વધુ વધારો નોંધાયો છે. ટીસીએસ અને આઈટીની માર્કેટ મૂડીમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો છે. રિલાયન્સની માર્કેટ મૂડી સૌથી વધુ વધીને નવી ઉંચી સપાટી ઉપર પહોંચી છે. આ ગાળા દરમિયાન રિલાયન્સની માર્કેટ મૂડી ૨૮૪૯૪.૩૬ કરોડ વધીને ૮૫૭૩૦૩.૦૩ કરોડ રૂપિયા ઉપર પહોંચી ગઇ છે. હિન્દુસ્તાન યુનિલીવર અને ઇન્ફોસીસની માર્કેટ મૂડી ક્રમશઃ ૧૩૨૧૬ કરોડ અને ૯૬૪૨.૩૭ કરોડ વધીને નવી ઉંચી સપાટીએ પહોંચી છે.

          આઈસીઆઈસીઆઈ બેંકની માર્કેટ મૂડીમાં પણ આ ગાળા દરમિયાન ઉલ્લેખનીયરીતે વધારો એચડીએફસીની માર્કેટ મૂડી ૫૭૨૩.૯૮ કરોડ રૂપિયા વધીને ૨૭૬૭૩૭.૨૩ કરોડ થઇ છે. છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન શેરબજારમાં ભારે ઉથલપાથલની સ્થિતિ જોવા મળી હતી. બજાજ ફાઈનાન્સની સ્થિતિ દિન પ્રતિદિન વધુ મજબૂત થઇ રહી છે. તેની માર્કેટ મૂડી વધીને હવે ૨૩૦૫૩૩.૬૩ કરોડ થઇ ગઇ છે. ટીસીએસની માર્કેટ મૂડી ઘટીને ૭૪૫૬૧૭.૫૦ કરોડ રૂપિયા થઇ ગઇ છે. શેરબજારમાં છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન સેંસેક્સમાં ૪૫૩ પોઇન્ટનો ઉછાળો રહ્યો હતો અથવા તો તેની સપાટી ૧.૨૦ ટકા વધી હતી. બજાર મૂડીકરણની દ્રષ્ટિએ ટોચની ૧૦ કંપનીઓમાં રિલાયન્સ પ્રથમ સ્થાને છે જ્યારે ટીસીએસ બીજા સ્થાને છે.

માર્કેટ મૂડીમાં વધારો.....

મુંબઈ,તા.૧૩ : શેરબજારમાં છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ટોચની ૧૦ કંપનીઓ પૈકીની ૮ કંપનીઓની માર્કેટ મૂડીમાં ઉલ્લેખનીયરીતે વધારો થયો છે. છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન આરઆઈએલની માર્કેટ મૂડીમાં સૌથી વધુ વધારો થયો છે. માર્કેટ મૂડી નીચે મુજબ છે.

કંપની

માર્કેટ મૂડીમાં વધારો

કુલ માર્કેટ મૂડી

આરઆઈએલ

૨૮૪૯૪.૩૬

૮૫૭૩૦૩.૦૩

એચયુએલ

૧૩૨૧૬.૧૮

૪૩૩૯૯૦.૭૦

ઇન્ફોસીસ

૯૬૪૨.૩૭

૩૫૦૩૪૬.૬૧

આઈસીઆઈસીઆઈ

૯૪૭૧.૯૧

૨૭૬૭૩૭.૨૩

એચડીએફસી

૫૭૨૩.૯૮

૩૪૭૦૭૩.૩૧

એચડીએફસી બેંક

૫૨૫૧.૯૪

૬૫૫૬૯૮.૪૧

કોટક મહિન્દ્રા

૪૯૧૮.૩૨

૩૦૩૩૩૧.૫૯

બજાજ ફાઈનાન્સ

૪૨૨૪.૨૬

૨૩૦૫૩૩.૬૩

નોંધ : તમામ આંકડા કરોડમાં છે.

માર્કેટ મૂડીમાં ઘટાડો.....

મુંબઈ, તા. ૧૩

છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન શેરબજારમાં ૧૦ કંપનીઓ પૈકીની બે કંપનીઓની માર્કેટ મૂડીમાં ઉલ્લેખનીયરીતે ઘટાડો થયો છે. ટીસીએસની માર્કેટ મૂડીમાં નોંધપાત્ર ઘટાડો થયો હોવા છતાં માર્કેટ મૂડીની દ્રષ્ટિએ હજુ પણ આ કંપની બીજા સ્થાને જ રહી છે. શેરબજારમાં છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન ટોચની ૧૦ કંપનીઓ પૈકીની બે કંપનીઓની માર્કેટ મૂડીમાં ઘટાડો થયો છે જે નીચે મુજબ છે.

કંપની

માર્કેટ મૂડીમાં ઘટાડો

કુલ માર્કેટ મૂડી

ટીસીએસ

૩૪૩૭૧.૯

૭૪૫૬૧૭.૬૦

આઈટીસી

૧૬૧૫૬.૭

૨૯૯૯૧૩.૨૩

નોંધ : તમામ આંકડા કરોડમાં છે.

(8:02 pm IST)