મુખ્ય સમાચાર
News of Sunday, 13th October 2019

રાફેલ છે તો બાલાકોટ માટે પાક જવાની જરૂર જ નથી

પાકિસ્તાનને ફરીવાર ચેતવણી

કરનાલ, તા. ૧૩ : સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આતંકવાદ પર પાકિસ્તાની આજે ફરી એકવાર જોરદાર ઝાટકણી કાઢી હતી. રાજનાથસિંહ અપ્રત્યક્ષરીતે પાકિસ્તાનને ચેતવણી પણ આપી હતી. રક્ષામંત્રીએ સાફ શબ્દોમાં કહ્યું હતું કે જ્યારે રાફેલ જેવા યુદ્ધ વિમાન હોય છે ત્યારે બાલાકોટ સ્ટ્રાઇક માટે પાકિસ્તાન જવાની જરૂર રહેતી નથી. અમે ભારતમાં બેસીને ત્યાંના આતંકવાદી કેમ્પોને ખતમ કરી શકીએ છીએ. રાફેલના બહાને તેઓએ કોંગ્રેસ ઉપર પણ પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે, રાફેલ ઉપર કોંગ્રેસની નિવેદનબાજીથી પાકિસ્તાનને તાકાત મળે છે. આડેધડ નિવેદનબાજી કોંગ્રેસના લોકો સતત કરતા રહે છે. કરનાલમાં ચૂંટણી રેલી દરમિયાન રાજનાથસિંહે પાકિસ્તાન ઉપર પ્રહાર કર્યા હતા. અમને હવે શક્તિશાળી વિમાન મળી ચુક્યા છે. આના પ્રયોગ કરતા પહેલા તેની પૂજા જરૂરી છે. આજ કારણસર તેઓએ તેના ઉપર ઓમ લખ્યું હતું. નારિયેળ વધેરીને પૂજા કરી હતી.

(7:58 pm IST)