મુખ્ય સમાચાર
News of Sunday, 13th October 2019

જાપાનમાં હેજિબીસ તોફાનને લઇ સાવચેતી રૂપે ૭૩ લાખ લોકોનું સ્‍થળાંતર કરાયું : 80થી વધુ લોકો ઘાયલ

ટોક્યો : જાપાનમાં હગિબીસ તોફાન બાદ અધિકારીઓએ ભારે પૂર અને ભૂસ્ખલનની અનેક ઘટનાઓનો રિપોર્ટ આપ્યો છે. આ ઘટનાઓમાં ઓછામાં ઓછા 80થી વધુ લોકો ઘાયલ થયા છે અને અનેક ગુમ છે.

જાપાનમાં શક્તિશાળી વાવાઝોડું હગિબીસના કારણે ભારે તબાહી જોવા મળી રહી છે. અહીં વાવાઝોડાની ઝપટમાં આવવાથી ઓછામાં ઓછા 11 લોકોનાં મોત થયા છે.

વાવાઝોડું આવ્યા બાદ દેશના મોટા હિસ્સામાં અભૂતપર્વ વરસાદ પડ્યો, ત્યારબાદ પૂર આવી ગયું અને ભૂસ્ખલન થયું.

વાવાઝોડું આવતાં પહેલા અધિકારીઓએ તેના ભીષણ પ્રભાવને જોતાં અલર્ટનું સર્વોચ્ચ સ્તર જાહેર કર્યુ હતું અને અભૂતપૂર્વ વરસાદની ચેતવણી આપી હતી.

(2:00 pm IST)