મુખ્ય સમાચાર
News of Sunday, 13th October 2019

ચીની પ્રમુખ શી ઝિંગપિંગ સુરક્ષા : ડ્રોન, ૧૦ હજાર પોલીસ કર્મી

દરેક સ્થરના ત્રણ હજારથી વધુ થ્રીડી ફોટાઓ : પોલીસ કંટ્રોલ રૂમને લાઈવ ફોટાઓને ઉપલબ્ધ કરાવાયા

મહાબલીપુરમ,તા. ૧૨ : ચીની પ્રમુખ શી ઝિનપિંગની ભારત યાત્રા આજે પૂર્ણ થઈ હતી. ભારત યાત્રા દરમિયાન તેમને અભૂતપૂર્વ સુરક્ષા ઉપલબ્ધ કરાવામાં આવી હતી. સુરક્ષાની વ્યવસ્થા એટલી હદ સુધી હતી કે, પોલીસની પાસે ઝિંગપિંગના હોટલના સ્થરથી લઈને ચેન્નઈ વિમાની મથક સુધી દરેક નાના નાના સ્થળ અંગે થ્રીડી ફોટાઓ હતા. ડ્રોન, દસ હજાર પોલીસ કર્મીઓ પર જવાબદારી અપાઈ હતી. ચાર ડ્રોન મારફતે ૫૦ કિમીના રસ્તા પર નજર રાખવાની જવાબદારી હતી.

                        ભારતની યાત્રા દરમિયાન તેમની સુરક્ષામાં કોઇ કચાસ રાખવામાં આવી ન હતી. તેમની સુરક્ષામાં હાલમાં ૧૦ હજાર જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા. સાથે સાથે તેમના કાફલાના માર્ગ પર અભૂતપૂર્વ સુરક્ષા જવાનો હતા. ગઇકાલે શુક્રવારના દિવસે  જિનપિંગ તમિળનાડુના મહાબલીપુરમમાં પહોંચ્યા બાદ તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ચેન્નાઈ વિમાની મથકે લાલઝાજમ બિછાવીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તમિળ સંસ્કૃતિના દર્શન પણ તેમને કરાવાયા હતા. તમિળ શાસ્ત્રીય સંગીતના કલાકારોએ સાંસ્કૃતિક કાર્યક્રમો શરૂ કર્યા હતા. ભારત નાટ્યમના કલાકારોએ પણ તેમની સંસ્કૃતિ દર્શાવી હતી. બીજી બાજુ મોટી સંખ્યામાં બાળકોએ ભારત અને ચીનના ધ્વજ લહેરાવીને તેમનું સ્વાગત કર્યું હતુ. વિજ્યુઅલ લાઈવ ફિડ બેક પોલીસને મળી રહ્યા હતા. તમિળનાડુના ખાસ એસટીએફ પોલીસ કંટ્રોલ રૂમને  જવાબદારી અપાઈ હતી. અન્ના યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને ટ્રેનિંગ આપવા માટેની જવાબદારી હતી. ત્રણ હજારથી વધારે ૧૪ મેગા પિક્સલના હાઈ રેઝયુલેશન ફોટાઓ પાડવામાં આવ્યા હતા.

(12:00 am IST)