મુખ્ય સમાચાર
News of Sunday, 13th October 2019

ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ દ્વારા રામ જન્મભૂમિ- બાબરી મસ્જિદ મામલે કોર્ટ બહાર નિર્ણય કરવાનો ઈનકાર

બાબરી મસ્જિદની જમીન કોઈ વિપક્ષી પાર્ટીને અપાશે નહીં.

 

નવી દિલ્હી : ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ દ્વારા રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ મામલે કોર્ટ બહાર નિર્ણય કરવાનો ઈનકાર કરી દીધો છે

  . આજે લખનૈઉમાં લો બોર્ડની બેઠક યોજાઈ હતી. મોહમ્મદ રાબે હુસૈની નદવીની અધ્યક્ષતામાં બેઠક બાદ પ્રેસનોટ જાહેર કરી હતી. જેમાં કોર્ટ બહાર નિર્ણય કરવાનો ઈનકાર કરી દીધો હતો. મુસ્લિમ પર્સનલ લો બોર્ડના મત મુજબ કાનૂની પ્રક્રિયા છેલ્લા તબક્કામાં છે. અને બાબરી મસ્જિદની જમીન કોઈ વિપક્ષી પાર્ટીને અપાશે નહીં. સાથે કહ્યું કે, મામલે માત્ર દેશ નહીં પણ વિશ્વની નજર છે.

  મુસ્લિમ પક્ષકાર તરફથી વકાલત કરતા રાજીવ ધવનની સુપ્રીમ કોર્ટમાં દલીલોથી તેઓ સંતોષ પણ વ્યક્ત કર્યો છે. સાથે નિર્ણય તેમના પક્ષે આવશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. સુપ્રીમ કોર્ટમાં રોજબરોજ સુનાવણી થઈ રહી છે. ત્યારે મુખ્ય ન્યાયાધીશ દ્વારા બંને પક્ષોને 18 ઓક્ટોબર સુધી દલીલ પૂરી કરવાનું પણ કહેવાયું છે. CJI ગોગોઈ આગામી નવેમ્બર મહિનામાં રિટાયર્ડ થઈ જશે. અને તેવું પણ માનવામાં આવી રહ્યું છે કે, CJIની નિવૃત્તિ પહેલા મામલાનો ચુકાદો આવી જશે. સાથે પર્સનલ લો બોર્ડે યુનિફોર્મ સિવિલ કોર્ડનો પણ વિરોધ કર્યો છે. દેશની વિવિધતાની વિરુદ્ધ વિચારને ગણાવ્યો છે.

(11:26 pm IST)