મુખ્ય સમાચાર
News of Sunday, 13th October 2019

મહારાષ્ટ્રની ચૂંટણીમાં દેવામાફીના મુદ્દે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને શરદ પવાર આમને-સામને

કોંગ્રેસ અને એનસીપીના 15 વર્ષના કાર્યકાળમાં અને હાલના 5 વર્ષના આંકડા જાહેર કરવા પડકાર

 

મુંબઈ : દેશમાં સૌથી વધુ ખેડૂતોનું દેવુમાફ મહારાષ્ટ્રમાં થયું છે. પ્રકારનો મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે દાવો કર્યો હતો દેવેન્દ્ર ફડણવીસે એક ચૂંટણી સભામાં કહ્યું કે, ભાજપ સરકાર હંમેશા ખેડૂતોની શુભેચ્છક રહી છે. અને 50 હજાર કરોડ રૂપિયાનું દેવું ખેડૂતોનું માફ કર્યું છે. એટલુ નહીં તેમણે પડકાર પણ ફેંક્યો કે, કોંગ્રેસ અને એનસીપીના 15 વર્ષના કાર્યકાળમાં અને હાલના 5 વર્ષના કાર્યકાળના આંકડા સામે લાવો. સૌથી વધુ 5 વર્ષમાં ખેડૂતોનું દેવુમાફ થયું છે.

તો ફડણવીસના દાવા બાદ એનસીપીના અધ્યક્ષ શરદ પવાર પણ મેદાને આવી ગયા. અને મહારાષ્ટ્રના સીએમના દાવાને હાસ્યાસ્પદ ગણાવ્યું. તેમણે કહ્યું કે, તેઓ છેલ્લા ઘણા સમયથી મહારાષ્ટ્રમાં ફરી રહ્યા છે. પરંતુ તેમણે દેવુમાફ કર્યું હોય તેવું ક્યાય જોયું નથી.

(11:25 pm IST)