મુખ્ય સમાચાર
News of Friday, 13th September 2019

સમુદ્રનો નવો રક્ષક:તેજસનાં નેવલ વર્ઝનનું સફળ લેન્ડિંગ કરાયું : INS વિક્રમાદિત્ય પર કરાશે તૈનાત

આ ફાઇટર પ્લેનને નાના રન-વે પર સરળતાથી લેન્ડ કરાવી શકાય

 

નવી દિલ્હી : રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠન(DRDO) અને એરોનોટીકલ ડેવલપમેન્ટ એજન્સીએ આજે ગોવાનાં દરિયાકિનારે આવેલા ટેસ્ટ સેન્ટર પર એલસીએ તેજસનાં નેવલ વર્ઝનનું લેન્ડિંગ કરાવ્યું હતું. અરેસ્ટીંગ ગિયરની સહાયતા વડે કાર્ય હાથ ધરાયું હતું.

અરેસ્ટીંગ ગિયરની મદદ વડે કોઇ પણ ફાઇટલ પ્લેનને નાના રન-વે પર સરળતાથી લેન્ડ કરાવી શકાય છે. ટેક્નિકનાં સફળ પરિક્ષણ બાદ હવે એલસીએ તેજસનાં નેવલ વર્ઝનને વિક્રમાદિત્ય વિમાનવાહક પર તૈનાત કરવામાં આવશે.

સિવાય એલસીએ તેજસનાં નેવલ વર્ઝનને ભારતનાં વિમાનવાહક એર સ્ટ્રીપ આઇએનએસ વિક્રાંત પર તૈનાત કરવામાં આવશે. ભારત અમેરિકા પાસેથી શોર્ટ ટેન્ક ઓફ બટ અરેસ્ટ રિકવરી ટૂલ્સ ખરીદવાની યોજના ઘડી રહ્યું છે. જેને ઇસ્તોબાર અથવા STOBAR કહેવામાં આવે છે.

(10:50 pm IST)