મુખ્ય સમાચાર
News of Thursday, 13th September 2018

વિશ્વ વ્યાપ્ત મંદી ફરીથી આવી રહી છે: એક દશકા પહેલાના અનુભવોમાંથી કોઈ દેશે બોધપાઠ લીધો નથી: યુ.કે.ના પૂર્વ પ્રાઈમ મિનિસ્ટર ગોર્ડન બ્રાઉનની ચેતવણી

લંડન: એક દસકા પહેલાની વિશ્વ વ્યાપ્ત મંદી ફરીથી આવી રહી છે.સરકારો આ મુદ્દે હજુ સુધી ઊંઘમાં છે.તથા અગાઉ આવેલી મંદીમાંથી કોઈ બોધપાઠ લીધો નથી.તેવું નિવેદન યુ કે.ના પૂર્વ પ્રાઈમ મિનિસ્ટર ગોર્ડન બ્રાઉને કર્યું છે.તેમણે જણાવ્યું છે કે બેંકો દ્વારા કરતા ધીરાણો તથા નાણાંના પ્રવાહ અંગે કોઈ દેશોની સરકારોનો કોઈ જાતનો કંટ્રોલ જોવા મળતો નથી.અબજોની કિંમતના થઇ રહેલા ખોટા ધીરાણો માટે કોઈ જાતનો ભય જોવા મળતો નથી

ઉલ્લેખનીય છે કે ગોર્ડન 2007 થી 2010 ની સાલ દરમિયાન યુ.કે.ના પ્રાઈમ મિનિસ્ટર હતા.

(6:44 pm IST)