મુખ્ય સમાચાર
News of Thursday, 13th September 2018

પત્નીનું માથું કાપી પતિ ૨૦ કિલોમીટર બાઇક ચલાવીને પોલીસ-સ્ટેશન ગયો

બેંગલોર તા ૧૩ :  કર્ણાટકના ચિકમગલૂરમાં સતીશ નામના ૩૫ વર્ષના ભાઇએ ગુસ્સામાં આવીને પોતનાની જ પત્નીનું કાસળ કાઢી નાખ્યું અનેૃ પછી ધડતી માથું અલગ કરી દીધુ. કાપેલું માથું પ્લાસ્ટિકની તેલીમાં ભરીને તે જાતે જ ૨૦ કિલોમીટર દૂર આવેલા પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કરવા પણ ગયો. પોલીસ સ્ટેશને પહોંચ્યા પછી પણ તેનો ગુસ્સો શમ્યો નહોતો. તેના એક હાથમાં ધારીયું હતું અને બીજા હાથમાં પત્નીનું માથું ભરેલી પ્લાસ્ટિકની થેલી. તેણે વાળ વડે માથું થેલીમાંથી બહાર કાઢીને પોલીસને બતાવ્યું અનેપોતે તેની હત્યા કરી છે એવું કહ્યું. નવ વર્ષ પહેલાં તેના લગ્ન રૂપા નામની છોકરી સાથેથયેલાં. થોડાક વર્ષ પછી રૂપાને ગામના બીજા યુવક સાથે પ્રેમ થઇ ગયેલો. સતીશને એ વાતની ખબરપડી તો પહેલાં તો તેણે બન્નેને વોર્નિગ આપીને છોડી દીધા. જોકે પત્ની એ પછી પણ ચોરીછુપીથી પ્રેમીને મળતી રહી હતી. એકવાર સતીશ બેન્ગલોર ગયેલો અને ત્યાંથી પાછો આવ્યો ત્યારે તેણે રૂપાને પેલા પ્રેમી સાથે જોઇ.તેણે ધારીયુ ઉપાડીને બન્ને પર હુમલો કર્યો. પેલો પ્રેમી થોડોક ઘાયલ થયો, પણ જીવ બચાવીને ભાગવામાં સફળ રહ્યો. આ તરફ પોતાની પત્નીને તેણે મારી નાખી.તેનો ગુસ્સો એટલો હતો કે માથુ ઘડથી અલગ વાઢી નાખ્યું એ પછી તે હત્યાનો પુરાવો સાથે લઇને પોલીસ-સ્ટેશને આવી ગયો. પોલીસ સ્ટેશનમાં તે જયારે આ કથની વર્ણવી રહ્યો હતો ત્યારે કોઇ હવાલદારે વિડીયો લઇ લીધો હતો જે સોશ્યલ મીડિયામાં વાળરલ થયો હતો.

(3:49 pm IST)