મુખ્ય સમાચાર
News of Thursday, 13th September 2018

અંતરિક્ષમાં વાગશે ભારતનો ડંકો:ઇસરો રચશે નવો ઇતિહાસ

ભારત અમેરિકા અને રશિયાની હરોળમાં આવશે :ઈસરો 16મીએ અવકાશમાં વ્યવસાયિક સેટેલાઈટ છોડશે

 નવી દિલ્હી :ઈસરો ફરિવાર અંતરિક્ષમાં ઈતિહાસ રચવાની તૈયારી કરી રહ્યુ છે. ઈસરો 16મી સપ્ટેમ્બરના રોજ અવકાશમાં વ્યવસાયિક સેટેલાઈટ છોડવાનુ છે. અમેરિકા અને રશિયાને ટક્કર આપવા માટે ભારતે તૈયારી શરૂ કરી છે. આ સાથે શ્રી હરિકોટાના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર પરથી બે  બ્રિટનના સેટેલાઈટને પણ લોન્ચ કરવામાં આવશે.

  સેટેલાઈટનું અંતરિક્ષમાં સફળ પરિક્ષણ થતાની સાથે  ભારત અમેરિકા અને રશિયાની હરોળમાં  આવી જશે. ભારત 16મી સપ્ટેમ્બરના રોજ PSLV C-42ના બે સેટેલાઈટને અંતરિક્ષમાં તરતા મુકશે. 150 કિલોગ્રામ વજન ધરાવતા સેટેલાઈટનું નિર્માણ બ્રિટિશ કંપની સર્રે સેટેલાઈટ ટેકનોલોજી લિમીટેડ દ્વારા કરવામાં આવ્યુ છે.

(1:21 pm IST)