મુખ્ય સમાચાર
News of Thursday, 13th September 2018

આ તે કેવો સંજોગ

બે વર્ષમાં જન્મ્યા ત્રણ બાળકો અને ત્રણેયની પ્રસૂતિ ટ્રેનમાં!

મુંબઇ તા. ૧૩ : યલ્લવા મયૂર ગાયકવાડ (૨૩ વર્ષ)ની ત્રીજી ડિલિવરી થવાની હતી. તે કોલ્હાપુરથી રાયબાગ ટ્રેનમાં જઈ રહી હતી. રસ્તામાં તેને પ્રસૂતિની પીડા શરૂ થઈ અને તેણે એક પુત્રને જન્મ આપ્યો. ટ્રેનમાં બાળકના જન્મ પછી રેલવે વિભાગના અધિકારીઓમાં ભાગદોડ મચી ગઈ. મહિલાને હોસ્પિટલમાં લઈ જવામાં આવી. આશ્ચર્યજનક ઘટના એ છે કે મહિલાએ કહ્યું કે એક વર્ષ અગાઉ પણ આ રીતે જ તેણે ટ્રેનમાં બાળકને જન્મ આપ્યો હતો.

યલ્લવા પોતાના પતિ અને બાળકો સાથે કોલ્હાપુરમાં ભાડાના ઘરમાં રહે છે. તેણે જણાવ્યું કે તે ઘરકામનું કામ કરે છે અને પતિ મજૂરી કરે છે. તેને એક પુત્ર અને પુત્રી છે. મહારાષ્ટ્રની બોર્ડર પર બનેલા હાતકણંગલે રેલવે સ્ટેશનની પાસે ચાલતી ટ્રેનમાં જોડકાં બાળકોનો જન્મ થયો હતો.

મહિલા સોમવારે સવારે પોતાના ઘરે સાધુ પાર્ક જવા માટે હરિપ્રિયા એકસપ્રેસ ટ્રેનમાં બેઠી હતી. યલ્લવાની સાથે તેની નણંદ પણ હતી. તેના ડબ્બામાં ભરપૂર ગિરદી હતી. લોકોએ પોતાની સીટ છોડી તેને સૂવા જગ્યા આપી હતી અને રેલવે સ્ટાફે ૧૦૮ને ફોન કરી એમ્બ્યુલન્સને સૂચના આપી દેતાં એ રાયબાગ સ્ટેશન પહોંચી ગઈ હતી, પણ એ પહેલાં યલ્લવાએ કમ્પાર્ટમેન્ટમાં જ બાળકને જન્મ આપી દીધો હતો.(૨૧.૭)

(11:37 am IST)