મુખ્ય સમાચાર
News of Thursday, 13th September 2018

તુ હી અલ્લાહ... તુ હી ઇશ્વર

દેશભરમાં ગણેશ ચતુર્થીને લઇને શ્રધ્ધા તથા ઉલ્લાસ છવાયો છે. ગઇકાલે બજારમાંથી ભગવાન ગણેશની મુર્તિ ઘરે લઇ જવાનો સિલસિલો દિવસભર ચાલ્યો હતો. યુપીના કાનપુરમાં આ દ્રશ્યએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. આર્યનગર નિવાસી સાક્ષી ગુપ્તા તેની ફ્રેન્ડ હિના સિદ્દિકી સાથે મુર્તિ ખરીદવા બજાર પહોંચી હતી. ગણેશજીની પ્રતિમા લઇને બજારથી પાછા ફરતી વખતે શ્રધ્ધા અને ઉલ્લાસના જે ભાવ સાક્ષી ગુપ્તાના ચહેરા ઉપર દેખાયા એટલા જ ભાવ હિના સિદ્દિકીના ચહેરા ઉપર પણ નજરે પડયા હતા. જાણે કે હિના કહેતી હોય''.. તુ હી અલ્લાહ, તુ હી ઇશ્વર''(૧.૪)

 

(10:21 am IST)