મુખ્ય સમાચાર
News of Thursday, 13th September 2018

ભાગેડુ વિજય માલ્યાના ખુલાસા પર રાહુલ ગાંધીએ કહ્યું, નાણાં પ્રધાન રાજીનામું આપે

દેશ છોડ્યા પહેલા નાણાં પ્રધાન અરૂણ જેટલી સાથે મુલાકાત કર્યાનો માલ્યાનો દાવો

 

નવી દિલ્હી :દેશ છોડ્યા પહેલા નાણાં પ્રધાન અરૂણ જેટલી સાથે મુલાકાતવાળા ભાગેડુ વિજય માલ્યાના નિવેદન પર કોંગ્રેસે મોદી સરકાર પર શાબ્દિક પ્રહાર કર્યા છે અને કહ્યું કે સમગ્ર મામલાની તપાસ થવી જોઈએ.

  વિજય માલ્યાના નિવેદન બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ નાણાં પ્રધાન અરૂણ જેટલી પાસેથી રાજીનામું માંગ્યુ છે. તેમણે ટ્વિટ કરી કહ્યું કે માલ્યા તરફથી લગાવવામાં આવેલા આરોપ ખૂબ ગંભીર છે અને મામલે વડાપ્રધાને તાત્કાલિક નિષ્પક્ષ તપાસ કરાવવી જોઈએ. રાહુલે કહ્યું કે તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી અરૂણ જેટલીએ નાણાં પ્રધાનના પદ પરથી રાજીનામું આપી દેવુ જોઈએ.

(12:00 am IST)