મુખ્ય સમાચાર
News of Wednesday, 12th September 2018

સંસદમાં માલ્યાને મળ્યો હતો પરંતુ સેટલમેન્ટ મુદ્દે વાત થયાનું ખોટું :અરુણ જેટલીની સ્પષ્ટતા

2014ની વર્ષથી મેં માલ્યાને ક્યારેય પણ અપોઈન્ટમેન્ટ આપી નથી

 

નવી દિલ્હી :બેન્કોને કરોડોનો ચૂનો લગાડનાર વિજય માલ્યાએ લંડનની કોર્ટ બહાર આપેલા નિવેદનના પડઘા પડ્યા છે. નાણાપ્રધાન જેટલીએ સ્પષ્ટતા કરી હતી કે તેઓ સંસદમાં વિજય માલ્યાને મળ્યા જરૂર હતા પરંતુ સેટલમેન્ટ મુદ્દે માલ્યા ખોટુ બોલી રહ્યા છે.

  કેન્દ્રીય નાણા પ્રધાન અરૂણ જેટલીએ નિવેદન બહાર પાડીને ભાગેડુ આરોપી વિજય માલ્યાના ખુલાસા પર સ્પષ્ટતા આપી હતી  જેટલીએ માલ્યા સાથે મુલાકાતની વાત તો સ્વિકારી પરંતુ કહ્યું કે સમાધાનની વાત થઇ હોવાની માલ્યાની વાત ખોટી છે.

  અરૂણ જેટલીએ કરેલા વિગતવાર ખુલાસામાં જણાવ્યું કે માલ્યાએ પત્રકારો સમક્ષ કરેલા નિવેદન વિશે મારું ધ્યાન દોરવામાં આવ્યું છે. જેમાં માલ્યાએ એવું કહ્યું હતું કે તે મને મળ્યા અને સમાધાનની ઓફર કરી હતી. પણ તેમનો દાવો વાસ્તવિક રીતે ખોટો છે, તેમાં જરા પણ સત્ય નથી. 2014ની વર્ષથી મેં માલ્યાને ક્યારેય પણ અપોઈન્ટમેન્ટ આપી નથી અને તેથી મને મળવાનો પ્રશ્ન ઉભો થતો નથી. જેટલીએ કહ્યું કે વિજય માલ્યા રાજ્યસભાના સભ્ય હોવાથી તેઓ પ્રસંગોપાત હાજરી આપતા હતા.

(11:53 pm IST)