મુખ્ય સમાચાર
News of Thursday, 13th September 2018

ભારતના ગુજરાત તથા અમેરિકાના કોલોરાડો સ્‍ટેટ વચ્‍ચે એનર્જી આદાન પ્રદાન માટે MOU કરાયા

અમેરિકાના વોશીંગ્‍ટન ડી.સી. સ્‍થિત ‘‘સેન્‍ટર ઓફ સ્‍ટ્રેટજીક એન્‍ડ ઇન્‍ટરનેશનલ સ્‍ટડીઝ (CSIS)ના નેતૃત્‍વ હેઠળ સંચાલિત યુ.એસ. ઇન્‍ડિયા સ્‍ટેટ એન્‍ડ અર્બન ઇનિસીએટીવ તથા દિલ્‍હી સ્‍થિત શક્‍તિ સસ્‍ટેનેઇબલ એનર્જી ફાઉન્‍ડેશનએ ગુજરાત સરકાર તથા કોલોરાડો વચ્‍ચે એનર્જી આદાન પ્રદાન તથા સહકાર માટે મીટીંગનું આયોજન કર્યુ હતું.

આથી ૧૦ સપ્‍ટેં.ના રોજ ગુજરાત સરકાર તથા કોલોરાડો ગવર્મેન્‍ટ વચ્‍ચે ‘‘એનર્જી પાર્ટનરશીપ'' ક્ષેત્રે ચર્ચાઓ થઇ હતી. જે અંતર્ગત એનર્જી ક્ષેત્રે રહેલી તકો માટે ૨૦૧૯માં યોજાનારી વાઇબ્રન્‍ટ ગુજરાત સમીટમાં આગળ વધવાનું નક્કી થયું હતું. જે પ્રસંગે ગુજરાતના એનર્જી મિનીસ્‍ટર શ્રી સૌરભ પટેલ પ્રિન્‍સીપાલ એનર્જી સેક્રેટરી શ્રી રાજગોપાલ, કોલોરાડોની એનર્જી ઓફિસના  એકઝીકયુટીવ ડીરેકટર શ્રીમતિ કેથલિન સ્‍ટેકસ હાજર રહ્યા હતા.

૧૧ સપ્‍ટેં.ના રોજ રીસર્ચ રાઉન્‍ડ ટેબલ મંત્રણાનું આયોજન કરાયું હતું. GERMI, SPRERI,GPERI,GETRI સહિતની ઇન્‍સ્‍ટીટયુટના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. આ તકે શક્‍તિ સસ્‍ટેઇનેબલ એનર્જી ફાઉન્‍ડેશનના ચિફ પ્રોગ્રામર શ્રી ચિન્‍મય આચાર્યએ ગુજરાત રાજયને નવી ટેકેનોલોજીના હબ સમાન ગણાવ્‍યું હતું.

કોલોરાડોના પ્રતિનિધિઓમાં યુનિવર્સિટી ઓફ કોલોરાડો નેશનલ રિન્‍યુએમલ એનર્જી લેબોરેટરી તથા કોલોરાડો સ્‍કૂલ ઓફ માઇન્‍સના પ્રતિનિધિઓનો સમાવેશ થતો હતો.

બંને રાજ્‍યો વચ્‍ચે MOU થયા હતા. આ બંને રાજયો એટલે કે ગુજરાત ભારતના  એનર્જી ક્ષેત્રના તથા કોલોરાડો  અમેરિકાના એનર્જી ક્ષેત્રના હળ તરીકે ગણાતા હોવાથી બંને વચ્‍ચે એનર્જી, રીન્‍યુએયલ એનર્જી ઇલેકટ્રીફિકેશન, ટ્રાન્‍સપોર્ટેશન, તથા સંશોધન સહિતના ક્ષેત્રોમાં આદાન પ્રદાન કરવાના કરારો થયા હતા.

આ MOUને યુ.એસ. ડીપાર્ટમેન્‍ટ ઓફ સ્‍ટેટ તથા યુ.એસ. ઇન્‍ડિયા સ્‍ટેટ એન્‍ડ અર્બન ઇનિશીએટીવ દ્વારા સમર્થન અપાયુ હતું. જેને CSIS ખાતેના વઢવાણી ચેરના ડેપ્‍યુટી ડીરેકટર ડો.કાર્તિકેપ સિંઘએ બિરદાવ્‍યું હતું.

વિશેષ માહિતિ માટે કાર્તિકેય સિંઘ ksingh@csis.org દ્વારા સંપર્ક સાધવા યુ.એસ.કોન્‍સ્‍યુલેટ જનરલ મુંબઇની યાદીમાં જણાવાયું છે.

(10:16 pm IST)