News of Thursday, 13th September 2018
સલમાનખાનની મુશ્કેલીઓમા ફરીવાર વધારો મુઝફ્ફરનગર કોર્ટે કર્યો FIR દાખલ કરવા આદેશ
સલમાન સાથે અન્ય 76 લોકો વિરુદ્ધ FIR નોંધાશે
મુંબઈ :બૉલીવુડના દબંગ સ્ટાર સલમાન ખાનની મુશ્કેલીઓમાં ફરી વધારો થયો છે. બિહારની કોર્ટે એક્ટર સલમાન ખાન વિરુદ્ધ FIR દાખલ કરવાનો આદેશ આપ્યો છે. એમની વિરુદ્ધ બિહારના મુઝફ્ફરનગરની અદાલતે કેસ દાખલ કરવાનો આદેશ આપ્યો છે. માત્ર સલમાન ખાન જ નહીં પણ તેમની સાથે અન્ય 76 લોકો વિરુદ્ધ FIR નોંધાશે. જણાવી દઈએ કે ફિલ્મ લવરાત્રીના ટાઈટલને લઈને વિવાદ થયો છે.
(8:06 pm IST)