મુખ્ય સમાચાર
News of Thursday, 13th September 2018

વિજય માલ્યાનો ધડાકો: દેશ છોડતા પહેલા સેટલમેન્ટને લઈને મળ્યો હતો નાણામંત્રીને

બેંકોએ મારા સેટલમેન્ટના પ્લાન સામે સવાલો કર્યો.' તેઓ બાકી લોન ચુકવવા તૈયાર

નવી દિલ્હી :બેન્કો સાથે કરોડોનું કૌભાંડ આચરી દેશ છોડીને પલાયન થનાર લિકર કિંગ વિજય માલ્યાના પ્રત્યર્પણ મામલે ચાલી રહેલી સુનાવણી દરમિયાન એક ચોંકાવનાર નિવેદન આપી ધડાકો કર્યો છે.

  માલ્યાએ કહ્યુ કે, દેશ છોડતા પહેલા નાણાંમંત્રી સાથે મુલાકાત કરી હતી. તેણે વધુમાં કહ્યુ કે, ‘તે સેટલમેન્ટને લઈને નાણાંમંત્રીને મળ્યો હતો, પરંતુ બેંકોએ મારા સેટલમેન્ટના પ્લાન સામે સવાલો કર્યો.' તેઓ બાકી લોન ચુકવવા તૈયાર છે.

 વિજય માલ્યાએ લંડન સ્થિત વેસ્ટમિંસ્ટર કોર્ટમાં સુનાવણી દરમિયાન ભારતના અધિકારીઓએ મુંબઇની આર્થર રોડ જેલમાં વિજય માલ્યાને રાખવા માટે તૈયાર કરાયેલ સ્પેશ્યલ સેલનો વીડિયો રજૂ કર્યો હતો.

કોર્ટમાં સુનાવણી બાદ પત્રકારોએ જ્યારે નાણામંત્રી સાથે મુલાકાતને લઇને પ્રશ્ન પુછ્યો તો માલ્યાએ કહ્યું કે તેઓ આ ગુપ્ત મીટિંગ અંગે વિસ્તૃત માહ્તિઈ નહીં આપે. ઉલ્લેખનીય છે કે જે સમયે માલ્યા ભારત છોડી વિદેશ ભાગી ગયો ત્યારે અરુણ જેટલી નાણામંત્રી હતા. વાતચીત દરમિયાન માલ્યાએ કહ્યું કે તેઓ કોર્ટમાં દેખાડવામાં આવેલા જેલના વીડિયોથી પ્રભાવિત છે. તેઓએ પોતાનું બાકી દેવુ સેટલ કરવા માટે બેંકોને ઘણી વખત પત્ર લખ્યા હતા પરંતુ બેંકોએ તેમના પત્રો પર સવાલ ઉભા કર્યા હતા.

(7:47 pm IST)