મુખ્ય સમાચાર
News of Wednesday, 12th September 2018

ગણેશ ઉત્સવની સાથે સાથે

વાણિજ્ય પાટનગર મુંબઈમાં અભૂતપૂર્વ ઉત્સાહ

નવીદિલ્હી-મુંબઈ,તા. ૧૨ : દેશના વાણિજ્ય પાટનગર મુંબઈ સહિત આવતીકાલથી દેશભરમાં ગણપતિ ઉત્સવની ધૂમ રહેશે. ૧૦ દિવસ સુધી ચાલનાર ગણેશ ઉત્સવની ૧૩મી સપ્ટેમ્બરથી શરૂઆત થઇ રહી છે. મુંબઈમાં સૌથી પ્રસિદ્ધ ગણેશની મૂર્તિઓ પૈકીની એક લાલબાગના રાજા દર્શન આપવા માટે તૈયાર છે. લાલબાગચા રાજા સાર્વજનિક ગણેશ ઉત્સવ મંડળમાં લાલબાગચા રાજાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી ચુકી છે. ગણેશ ઉત્સવની સાથે સાથે નીચે મુજબ છે.

*    દેશના ગણેશ મંદિરોમાં આવતીકાલથી ભક્તોની ભીડ જામશે

*    મુંબઈ અને પૂણે સહિત મહારાષ્ટ્રમાં સૌથી વધુ ઉત્સાહ અને અભૂતપૂર્વ તૈયારી

*    આગામી ૧૦ દિવસ સુધી ગણપતિ પૂજાનો માહોલ રહેશે

*    મુંબઈ અને પૂણેના લાલબાગના રાજા અને મુંબઈના સિદ્ધી વિનાયક મંદિરમાં સૌથી વધુ ગણેશોત્સવની ધૂમ રહેશે

*    અમદાવાદ સહિત મોટા શહેરોમાં પણ ગણપતિની મૂર્તિઓ ખરીદવા માટે બજારમાં ભીડ જામી હતી અને લોકોએ પહેલાથી જ મૂર્તિ સ્થાપના કરી

*    ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે મૂર્તિઓની કિંમતમાં ૩૦થી ૩૫ગણો વધારો નોંધાયો હોવા છતાં શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ

*    મુંબઈમાં સૌથી વધારે ઉત્સાહનો માહોલ દેખાશે. મુંબઈમાં લાલબાગ માર્કેટમાં લાલબાગચા રાજાની મૂર્તિ સૌથી વિશ્વપ્રસિદ્ધ બની ચુકી છે

*    લાલબાગચા રાજામાં ગણેશ ઉત્સવ આવતીકાલે સવારે ચાર વાગ્યાથી શરૂ થશે અને મંડળના પ્રમુખ બાલાસાહેબ સુદમ કામ્બલે દ્વારા મૂર્તિનું અનાવરણ કરાશે

*    લોકો માટે દર્શન આવતીકાલે સવારે છ વાગે શરૂ થશે અને ૨૨મી સપ્ટેમ્બર સુધી ૨૪ કલાક દર્શન કરી શકાશે

*    મુંબઈમાં ફિલ્મના કલાકારો પણ પોતાના આવાસ ઉપર પરંપરાગત ગણેશ ઉત્સવનું શાનદાર આયોજન કરે છે

*    વાણિજ્ય પાટનગર મુંબઈમાં ગણેશ ઉત્સવને લઇને સઘન સુરક્ષા વ્યવસ્થા

(7:28 pm IST)