મુખ્ય સમાચાર
News of Wednesday, 12th September 2018

ઉત્તરપ્રદેશ : યોગી કેબિનેટમાં ટુંક સમયમાં જ મોટા ફેરફારો

સામાજિક સમીકરણને ધ્યાનમાં લઇને તૈયારી : હાલમાં યોજાયેલી પેટાચૂંટણીમાં હાર બાદ નવી રણનીતિ

લખનૌ,તા. ૧૨: મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથના નેતૃત્વમાં ભાજપ સરકાર આગામી મહિનામાં પ્રધાનમંડળમાં મોટા ફેરફાર કરવાની તૈયારીમાં છે. હાલમાં યોજાયેલી પેટાચૂંટણીમાં હારનો સામનો કર્યા બાદ ભાજપે નવા સામાજિક સમીકરણને ધ્યાનમાં લઇને આ તૈયારી શરૂ કરી છે. નવી રણનિતીને અપનાવવામાં આવે તેવી શક્યતા છે. પ્રધાનમંડળમાં કેટલાક નવા ચહેરાને સામેલ કરવામાં આવી શકે છે. જ્યારે કેટલાક હાલમાં નિષ્ક્રિય રહેલા દિગ્ગજોની ખુરશી જઇ શકે છે. અથવા તો તેમને ઓછા મહત્વવાળા ખાતામાં મોકલી શકાય છે. 

સુત્રોની વાત પર વિશ્વાસ કરવામાં આવે તો લોકસભા ચૂંટણીની તૈયારીની સાથે સાથે પાર્ટી અને સરકારમાં ફેરફારના મુદ્દા પર ખાસ ચર્ચા કરવામાં આવનાર છે. સંગઠન પ્રધાન સુનિલ બંસલ આ બેઠકમાં યુપી સાથે સંબંધિત રીપોર્ટ કાર્ડ રજૂ કરનાર છે. જેના આધાર પર ફેરફાર કરવામાં આવનાર છે. ગોરખપુર, ફુલપુર તેમજ કૈરાના અને નુરપુરમાં ભાજપની કારમી હાર થયા બાદ લોકસભા ચૂંટણીની વધારે આક્રમક તૈયારી હાથ ધરવાની તૈયારી કરવામાં આવી છે. કેટલાક પ્રધાનોના બદલી નાંખવામાં આવે તેવા સંકેત દેખાઇ રહ્યા છે. યોગી કેબિનેટમાં કોઇ ગુર્જર નેતાને પણ તક મળી શકે છે.

ઉત્તરપ્રદેશમાં પાર્ટી વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ જીત ેમેળવી લીધા બાદ હવે લોકસબાની ચૂંટણીને લઇને પણ જોરદા તૈયારીમાં છ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ પ્રમુખ અમિત શાહ અને અન્યપાર્ટી નેતાઓ સાથે તમામ પાસા પર વિચારણા કરવામાં આવ્યા બાદ કેબિનેટમાં ફેરફાર કરવાના સંબંધમાં નિર્ણય કરવામાં આવનાર છે. પાર્ટી લોકસભાની ચૂંટણી પહેલા કોઇ જોખ લેવા માટે તૈયાર નથી. આવી  સ્થિતીમાં પાર્ટીમાં અસરકારક પ્રધાનોને વધારે તક આપવામાં આવનાર છે.

(3:38 pm IST)