મુખ્ય સમાચાર
News of Wednesday, 12th September 2018

વોટ્સએપ પર રુસી રુલે ગેમ રમતાં-રમતાં જાતે જ લમણે ગોળી મારતાં મોત થયું

ભોપાલ તા ૧૨ : મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં ૨૧ વર્ષની કરિશ્મા યાદવ નામની યુવતીએ વોટ્સએપ વિડીયો-ચેટ દરમ્યાન ઓન લાઇન ગેમ રમી રુસી રુલે રમતા-રમતાં જીવ ગુમાવ્યો હતો. વાત એમ હતી કે, તે પોતાના દિલ્હી રહેતા દોસ્તો સાથે વિડીયો-ચેટ કરી રહી હતી, એમાં તેઓ રુસી રુલેે ગેમ રહ્યા હતા. આ માટે તેેણે પોતાના પપ્પાની લાયસન્સવાળી રિવોલ્વર લીધી, એક ગોળી નાખી અને ચેમ્બર ઘુંમાવ્યું બસ એ પછી તેણે વાત કરતા કરતા કહ્યું કે હવે જુઓ મારૂ નસીબ કેવું છે. તેણે ટ્રિગર દબાવ્યું અને નસીબજોગે એમાંથી ગોળ છુટી અને લમણાની આરપાર નતી રહી. આ ઘટના ઘટી ત્યારે ઘરમાં કોઇ જ નહોતું. થોડીકવારે તેનો ભાઇ ઘરે આવ્યો ચ્યારે કરિશ્માને લોહીના ખાબોચિયામાં પડેલી જોઇને તરત જ તેને હોસ્પિટલ લઇ ગયો. ડોકટરોએ સારવાર શરૂ કરી, પરંતુ તેને બચાવી શકયા નહોતા.

(3:37 pm IST)