દક્ષિણ આફ્રિકાના બોત્સ્વાનામાં કાર પલ્ટી ખાઈ જતા મૂળ જાંબુસરના પિતા-પુત્રના મોત
જંબુસરના કાવીના વતની અને હાલ વડોદરાના તાંદલજામાં રહેતા હબીબ અલી ટેલર કાવીવાલા અને અસદ કાવીવાલા દક્ષિણ આફ્રિકામાં ધંધાર્થે સ્થાયી થયા હતા
દક્ષિણ આફ્રિકાના બોત્સ્વાનામાં કાર પલ્ટી ખાઈ જતા મૂળ જાંબુસરના પિતા પુત્રનું મોત નીપજ્યું હતું મૂળ ભરૂચ જિલ્લાનાં જંબુસર તાલુકાના કાવી ગામના વતની અને હાલ વડોદરાના તાંદલજામાં રહેતા હબીબ અલી ટેલર કાવીવાલા અને અસદ કાવીવાલા દક્ષિણ આફ્રિકામાં ધંધાર્થે સ્થાયી થયા છે. જે બન્નેનાં માર્ગ અકસ્માતમાં મોતનીપજ્યા છે.
બોત્સ્વાનામાં પિતા-પુત્ર પોતાની દુકાનનો માલ લઇને પરત ફરી રહ્યા હતા ત્યારે તેઓની કાર એકાએક પલ્ટીખાઈ જતાં અકસ્માત સર્જાયો હતો. કારમાં સવાર પિતા હબીબ કાવીવાલા અને પુત્ર અસદનું ગંભઊીર ઈજાના કારણે મોત થયું છે.
હબીબ કાવીવાલા સાઉથ આફ્રિકા બોત્સ્વાનામાં છેલ્લા ૧૫ વર્ષથી રહેતા હતા. તેઓનો પરિવાર છેલ્લા ૬ માસથી બોત્સ્વાનામાં સ્થાથી થયો હતો. બોત્સ્વાનમાં પિતા પુત્રના મોતથી જંબુસરનાં કાવી સહીત તાલુકામાં ગમગીની છવાઈ ગઈ છે. સાઉથ આફ્રિકાના બોત્સ્વાનામાં અકસ્માત થતા પિતા પુત્રના મોત થી અરેરાટી વ્યાપી ગઈ છે.