મુખ્ય સમાચાર
News of Wednesday, 12th September 2018

યુપીના બનકા ગામે ઇંગ્લિશ દેવીના મંદિરમાં દર્શન કરતા જ લોકો બોલવા લાગે છે અંગ્રેજી

ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરી જિલ્લાના બનકા ગામમાં ઇંગ્લિશ દેવીનું મંદિર આવેલું છે. આ મંદિરમાં ઇંગ્લિશ દેવીની મૂર્તિ છે, જે તમને અદ્દલ કોઈ ફોરેન મેડમ જેવી લાગશે, જેમના એક હાથમાં મોટી કલમ અને બીજા હાથમાં પુસ્તક છે. આ દેવીના માથા પર ટોપી પણ છે. 20 કિલો વજનની પિત્તળની મૂર્તિના દર્શન કર્યા બાદ લોકો ફાંકડું અંગ્રેજી બોલતા થઇ જાય છે.

(1:15 pm IST)