મુખ્ય સમાચાર
News of Wednesday, 12th September 2018

તાજ મહાલમાં આવેલ મકબરો જોવા હવે 200 રૂપિયા વધુ આપવા પડશે : પ્રવેશ ફી માં વધારો કરાયા બાદ હવે મકબરો જોવા થતી ભીડને કાબુમાં લેવા નવું પગલું

આગ્રા : વિશ્વ પ્રસિદ્ધ આગ્રાનો તાજ મહલ જોવા માટે થોડા સમય પહેલા કરાયેલા પ્રવેશ ફી માં વધારા બાદ હવે તેમાં આવેલ મકબરો જોવા માટે 200 રૂપિયાની વધારાની ફી નક્કી થઇ રહી છે.

આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના ડિરેક્ટર ઉષા શર્માએ ન્યુદિલ્હીમાં મળેલી મિટિંગમાં જણાવ્યા મુજબ આ વધારો સુચવાયો છે.જે તાજ મહલની પર્યાવરણ સુરક્ષાને ધ્યાને લઈને કરાયો છે.લોકોની વધુ પડતી ભીડને કાબુમાં લેવા આ સૂચન કરાયું છે.જે થોડા સમયમાં અમલી બનશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:35 pm IST)