પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને લાગી લગામ : એકધારા પખવાડિયાથી વધતી કિંમતને બ્રેક:કોઈ વધારો થયો નહિ
નવી દિલ્હી ;પેટ્રોલ ડીઝલના ભાવ વધારાને આજે બ્રેલ લાગી છ સતત બે સપ્તાહથી વધી રહેલી પેટ્રોલ અને ડીઝલની કિંમત પર આજે કોઈ વધારો થયો નથી દિલ્હી સહિત મુંબઈ, કોલકત્તા અને ચેન્નાઈમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો નોંધાયો નથી
દિલ્હીમાં પેટ્રોલ 80.87 રૂપિયા પ્રતિ લીટર, ડીઝલ 72.97 રૂપિયા પ્રતિ લીટરની સપાટીએ છે. દિલ્હીમાં આજે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થયો નથી. મુંબઈમાં પેટ્રોલની કિંમત 88.26 રૂપિયા પ્રતિ લીટર, ડીઝલ 77.47 રૂપિયા પ્રતિ લીટરની સપાટીએ છે.
પેટ્રોલની કિંમતમાં ભલે વધારો ન થયો હોય પરંતુ મુંબઈમાં પેટ્રોલ સૌથી મોંઘી કિંમતે વેચાઈ રહ્યુ છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત 88.26 રૂપિયા પ્રતિ લીટર છે. ત્યારે દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમત મામલે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે.