મુખ્ય સમાચાર
News of Wednesday, 12th September 2018

મહારાષ્ટ્ર્ના થાણે વિસ્તારના ગોડાઉનમાં ભીષણ આગ ભભૂકી :ફાયર બ્રિગેડની ચાર ગાડીઓ પહોંચી :સમાન બળીને ખાખ

મહારાષ્ટ્રના થાણે વિસ્તારમાં આવેલા એક ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. વહેલી સવારે લાગેલી આગના કારણે ફાયર બ્રિગેડની ચાર ગાડી આગ પર કાબૂ મેળવવા માટે પહોંચી ગઈ હતી. આગાના કારણે ગોડાઉનમાં રાખવામાં  આવેલો સામાન બળીને ખાક થઈ ગયો હતો. જ્યારે આગ પર કાબૂ મેળવવા માટે વધુ ફાયર ફાયટરની મદદ લેવાઈ હતી. જોકે ગોડાઉનમાં કયા કારણે આગ લાગી તે અંગે કોઈ અહેવાલ પ્રાપ્ત થયા નથી.

(12:20 pm IST)