News of Wednesday, 12th September 2018
SC/ST એક્ટઃ '7 વર્ષથી ઓછી સજામાં નોટિસ વિના ધરપકડ નહિ': લખનઉ બેન્ચે મોટો ચૂકાદો આપ્યો
નવી દિલ્હી :એસસી/એસટી (અત્યાચાર નિવારણ) અધિનિયમમાં દાખલ કરાયેલ એક કેસની સુનાવણી દરમિયાન અલાહાબાદ હાઈકોર્ટની લખનઉ બેન્ચે મોટો ચૂકાદો આપ્યો છે. લખનઉ બેન્ચે કહ્યુ છે કે જે કેસમાં ગુનો સાત વર્ષથી ઓછી સજાનો હોય તેમાં ધરપકડની જરૂર નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે કોર્ટે 19 ઓગસ્ટ 2018 ના રોજ દાખલ કરાયેલ એફઆઈઆરને રદ કરતી યાચિકા પર સુનાવણી દરમિયાન આ વાત કહી.
(12:25 pm IST)