મુખ્ય સમાચાર
News of Wednesday, 12th September 2018

35 એ મામલે વિરોધ બાદ જમ્મુ કાશ્મીરમાં ચૂંટણીઓ મુલતવી રહે તેવી શકાયતા: સૂત્ર

જમ્મુ કાશ્મીરમાં યોજાનાર પંચાયત ચૂંટણી પર રાજકીય વાદળો ઘેરાવા લાગ્યા છે. રાજ્યની પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી) અને નેશનલ કોન્ફરન્સે કલમ 35એ અંગે પંચાયત ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે ત્યારબાદ સ્થાનિક ચૂંટણી સમયસર થવા પર પ્રશ્નાર્થ ચિહ્ન લાગી ગયુ છે. સમાચાર મુજબ આ ચૂંટણી જાન્યુઆરી સુધી ટાળવામાં આવી શકે છે.

(4:12 pm IST)