મુખ્ય સમાચાર
News of Wednesday, 12th September 2018

ભારતીયોને જોઇએ છે ફાઇવ - ડે વિક

નવી દિલ્હી તા ૧૨ : ભારતીયો ખુબજ હાર્ડ વર્ક કરવા માટે વિશ્વભરમાં જાણીતા છે, પણ તેઓ માને છે કે જો છ દિવસ કામ કરતી વખતે જે પગાર મળે છે એટલો જ પગાર પાંચ દિવસ કામ કરવા માટે મળે તો તેઓ એક દિવસની વધારાની રજા મેળવવા માટે સખત કામ કરવા તૈયાર છે. અમેરિકાની એક મલ્ટિનેશનલ વર્કફોર્સ મેનેજમેન્ટ કંપનીએ ઓગસ્ટ મહિનાના પહેલા વીકમાં ઓસ્ટ્રેલિયા, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ભારત, મેકિસકો, યુનાઇટેડ કિંગડમ અને અમેરિકામાં આશરે ૨૭૭૨ કર્મચારીઓને સવાલો પૂછયા હતા અને આ સર્વે હાથ ધર્યો હતો. ૬૯ ટકા ભારતીયો કર્મચારીઓ પાંચ દિવસના અઠવાડિયાની મહેચ્છા રાખે છે, મેકિસકોમાં પણ ૪૩ ટકા કર્મચારીઓ માત્ર પાંચ દિવસ કામ કરવું છે, જોકે આ સર્વેમાં એવું પણ જાણવા મળ્યું હતું કે ૩૫ ટકા કર્મચારીઓ એવા છે જેઓ પાંચ દિવસ કામ કરવા માટે પગારમાં ૨૦ ટકાનો કાપ મુકાય તો પણ તૈયાર છે.

(12:07 pm IST)