મુખ્ય સમાચાર
News of Wednesday, 12th September 2018

તેલંગાણામાં કોંગ્રેસ, TDP, લેફ્ટે ગઠબંધન બનાવ્યું :કરી રાષ્ટ્રપતિ શાસનની માગણી

કોંગ્રેસ, ટીડીપી અને લેફ્ટે તેલંગાણામાં વિધાનસભા ચૂંટણી સાથે લડવાનો નિર્ણય કર્યો છે. ત્રણેય પાર્ટીના નેતાઓએ સોમવારે કરેલી એક બેઠક પછી રાજ્યપાલ ઈએસએલ નરસિમ્હા સાથે મુલાકાત કરી અને રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની માગણી કરી હતી.

 અત્રે ઉલ્લેખનીય છે કે તેલંગાણા રાષ્ટ્ર સમિતિ પ્રમુખ અને કાર્યવાહક મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ થોડા દિવસ પહેલાં વિધાનસભા ભંગ કરી દીધી હતી.

(12:36 pm IST)