મુખ્ય સમાચાર
News of Wednesday, 12th September 2018

બિહાર અને પશ્ચિમ બંગાળમાં 5.5 ની તીવ્રતા સાથે ભૂકંપના આંચકા : સવારે સવા દસ કલાકે શરૂ થયેલા ઝાટકા નું કેન્દ્ર બિંદુ બાંગ્લાદેશમાં

પટણા: આજ બુધવારના રોજ સવારે સવા દસ કલાકે પશ્ચિમ બંગાળ તથા બિહારમાં 5.5 ની તીવ્રતા સાથેના ભૂકંપના આંચકા આવ્યા હતા.જે 25 થી 30 સેકન્ડ સુધી ચાલ્યા હતા.લોકો ઘરની બહાર નીકળી ગયા હતા.જોકે માલહાની કે જાનહાની અંગે કોઈ વિગત જાણવા મળી શકી નથી પરંતુ ભૂકંપનું કેન્દ્ર બિંદુ બાંગ્લાદેશમાં નોંધાયું હતું.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(11:49 am IST)