મુખ્ય સમાચાર
News of Wednesday, 12th September 2018

સીસ્ટમની ખામીનો ફાયદો ઉઠાવવાની તૈયારીમાં છે ડિફોલ્ટર કંપનીઓના પ્રમોટર્સ : રાજન

રાજને આપી ચેતવણી : ષડયંત્રમાં સામેલ છે મોટી માછલીઓ

નવી દિલ્હી તા. ૧૨ : રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનનું કહેવું છે કે ડિફોલ્ટ થઇ ચૂકેલી કંપનીઓના કેટલાંક પ્રમોટર્સ હજુ પણ સિસ્ટમની ખામીઓનો ફાયદો ઉઠાવાની કોશિષમાં લાગ્યા છે. રાજને તેની સાથે જ એમ પણ કહ્યું કે જયુડિશરીને ડિફોલ્ટરોની ખોખલી દલીલોવાળી અપીલોને પ્રોત્સાહનથી બચાવા જોઇએ.

રાજને સંસદીય સમિતિના નામે પત્રમાં લખ્યું છે, 'મોટા કોર્પોરેટ્સ વિવાદાસ્પદ અને કયારેક-કયારેક નકલી અપલી દ્વારા બેન્કરપ્સી કોડની સાથે રમત રમી રહ્યાં છે. હાઇકોર્ટે આવા કિસ્સાઓમાં નિયમિત રીતે દખલ કરવાના લોભથી બચવું જોઇએ. કેસ સાથે જોડાયેલા તમામ બિંદુઓની વ્યાખ્યા થયા બાદ તેમાં અપીલ પર અંકુશ લગાવો જોઇએ.'

ફોર્મર આરબીઆઈ ગવર્નરનું આ નિવેદન ત્યારે આવ્યું છે જયારે કેટલાંય પાવર પ્રોડ્યુસર્સ બેન્કિંગ રેગ્યુલેટરની તરફથી ૧૨ ફેબ્રુઆરીના રોજ રજૂ કરાયેલ સર્કલ પર પ્રતિબંધ લગાવાની કોશિષ કરી રહ્યાં છે. સુપ્રીમ કોર્ટે મંગળવારના રોજ આ સર્કુલર પર એક રીતે સ્ટે મૂકી દીધો છે. આરબીઆઈના પૂર્વ ગવર્નરે એમ વાત પણ કરી કે કેવી રીતે કેટલાંક પ્રમોટર્સ ભારે ભરખમ લોનના લીધે ડિફોલ્ટ થઇ ચૂકેલ પોતાની અસેટ્સને બેકડોરથી ખરીદવાના રસ્તામાં લાગી ગયા છે.

રાજને કહ્યું કે જયાં સુધી બેન્કરપ્સી કોડ લાગૂ થતો નથી ત્યાં સુધી પ્રમોટર્સને કયારેય એવું લાગ્યું નથી કે કંપની તેમના હાથમાંથી નીકળી પણ શકે છે. કોડ લાગૂ થયા બાદ પણ કેટલાંક પ્રમોટર પ્રોકસી બિડર દ્વારા સસ્તા ભાવ પર પોતાની કંપનીનો કંટ્રોલ પાછો મેળવવા માટે પ્રોસેસ સાથે રમત રમવાની કોશિષ કરી રહ્યાં છે. આથી ઘણા બધા પ્રમોટર્સ બેન્કોની સાથે ગંભીરતાથી વાત કરી રહ્યાં નથી.

સૌથી મોટી લોન ડિફોલ્ટર કંપનીઓમાં સામેલ એસ્સાર સ્ટીલનું નામ બેન્કરપ્સી કોડના હિસાબથી લોન ડિફોલ્ટ કેસથી છુટકારો મેળવવા માટે જૂન ૨૦૧૭મા આરબીઆઈની તરફથી રજૂ કરવામાં આવેલ યાદીમાં આવ્યું હતું. તેમાં અત્યાર સુધી સેટલમેન્ટ થઇ શકયું નથી અને કેસ ખેંચાઇ રહ્યો છે.

નેશનલ કંપની લો ટ્રાયબ્યુનલે તાજેતરમાં કહ્યું હતું કે રૂસી બેન્કના નેતૃત્વવાળી કંસોર્શિયમ ન્યુમેટલ અને આર્સેલરમિત્ત્।લ બંને એસ્સાર સ્ટીલ માટે બીડ કરી શકે છે. કંસોર્શિયમમાં પહેલાં એસ્સાર સ્ટીલનો માલિકી હક રાખનાર રૂઇયા પરિવાર પણ સામેલ હતા, પરંતુ તેને ગ્રૂપમાંથી કાઢી મૂકવામાં આવ્યા. આર્સેલર મિત્તલને તેમની બીજી કંપનીઓના ડિફોલ્ટર હોવાના લીધે બિડના અયોગ્ય ગણાવામાં આવ્યા હતા. કેસ અત્યારે સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. રાજને કહ્યું કે આ કેસમાં કેટલીક હદ સુધી રેગ્યુલેટર પણ જવાબદાર છે, તેનાથી સ્ટ્રોન્ગ બેન્કરપ્સી લાઙ્ખ નહીં હોવાના લીધે કેટલાંક રીસ્ટ્રકચરિંગ સ્કીમોની મંજૂરી આપી હતી.(૨૧.૪)

(9:48 am IST)