મુખ્ય સમાચાર
News of Wednesday, 12th September 2018

આધાર કાર્ડનું સોફ્ટવેર હેક: હફિંગટન પોસ્ટનો દાવો: સોફ્ટવેરની કિંમત માત્ર 2,500 રૂપિયા

 

હફિંગટનપોસ્ટ ડોટ ઈને પોતાના રિપોર્ટમાં દાવો કર્યો છે કે, આધાર કાર્ડના સોફ્ટવેર હૈક કરવામાં આવ્યો છે. આધાર કાર્ડના સોફ્ટવેરમાં એક મોટી ગડબડ છે. એક સોફ્ટવેર દ્વારા દુનિયામાં ગમે તે જગ્યાએ બેસેલ વ્યક્તિ કોઈપણ નામથી વાસ્તવિક આધાર કાર્ડ બનાવી શકે છે. સોફ્ટવેર આધારની સિક્યોરિટી ફિચર બંધ કરી નવો આધાર તૈયાર કરી શકે છે. સોફ્ટવેરની કિંમત માત્ર 2,500 રૂપિયા છે.

(12:00 am IST)