News of Wednesday, 12th September 2018
નન વિરૂદ્ધ વિવાદિત ટીપ્પણી કર્યા બાદ ધારાસભ્ય પીસી જ્યોર્જ કહ્યું , નિવેદન પર કોઈ અફસોસ નથી
પંજાબના જાલંધરના જજ બિશપ ફ્રેંકો મુલક્કલ પર બળાત્કારનો આરોપ લગાવનારી નનની વિરૂદ્ધ વિવાદિત ટીપ્પણી કર્યા બાદ કેરળના કોટ્ટાયમથી અપક્ષ ધારાસભ્ય પીસી જ્યોર્જ ફરી વિવાદમાં આવ્યા છે.
સોશિયલ મીડિયામાં થયેલી ટીકા છતાં જ્યોર્જે કહ્યું છે કે તેઓ પોતાના બે દિવસ પહેલાના નિવેદન પર કાયમ છે. અને તેને નિવેદન માટે કોઇ અફસોસ નથી તેણે કહ્યું કે તેમને મહિલા પંચની કોઇ પણ કાર્યવાહીનો ભય નથી. જ્યોર્જનું કહેવું છે કે નને બિશપ પર બળાત્કારનો આરોપ લગાવીને ચર્ચની છબીને નુકસાન પહોંચાડ્યું છે.
(9:16 am IST)