News of Wednesday, 12th September 2018
ઇન્ડિયન અમેરિકન પ્રોફેસર ડો.દેવેશ કપૂરની જોહન હોપકિન્સ સ્કૂલ ઓફ ઇન્ટરનેશનલ સ્ટડી ડીરેકટર તરીકે નિમણુંક
પેન્સિલવેનિયાઃ યુ.એસ.માં યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિઆના પ્રોફેસર ઇન્ડિયન અમેરિકન ડો.દેવશ કપૂરને જોહન હોપકિન્સ સ્કૂલ ઓફ એડવાન્સ્ડ ઇન્ટરનેશનલ સ્ટડીઝ ડીરેકટર તરીકે નિમણુંક આપવામાં આવી છે.
સાઉથ એશિઅન સ્ટડીઝ તથા એશિયા પ્રોગ્રામ ડીરેકટર તરીકે નિમાયેલા ડો.દેવેશ કપૂર ‘‘ડાએસ્પોરા, ડેમોક્રસી એન્ડ ડેવલપમેન્ટ'' પુસ્તકના લેખક છે. જે બદલ ઇન્ટરનેશનલ સ્ટડીઝ એશોશિએશન દ્વારા ૨૦૧૨ની સાલમાં તેઓને એવોર્ડ મળેલો છે.
ડો.કપૂરની નિમણુંક બદલ સ્કુલના ડીનએ ખુશી વ્યક્ત કરી હતી. તથા એશિઆ અને ભારત વિષે વધુ જાણવા મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.
(11:13 pm IST)