મુખ્ય સમાચાર
News of Wednesday, 12th September 2018

ભારતીય અમેરિકન મહિલા સુશ્રી અનિતા મલિકને ઇન્‍ડિયન અમેરિકન ઇમ્‍પેક્‍ટ ફંડનું સમર્થનઃ નવે. માસમાં યોજાનારી જનરલ ચૂંટણીમાં એરિઝોના છઠ્ઠા ડિસ્‍ટ્રીક્‍ટના ડેમોક્રેટ ઉમેદવાર તરીકે વર્તમાન રિપબ્‍લીકન કોંગ્રેસમેન સામે ટક્કર લેશે

એરિઝોનાઃ અમેરિકાના એરિઝોનાના છઠ્ઠા કોંગ્રેશ્‍નલ ડિસ્‍ટ્રીક્‍ટમાં યોજાઇ ગયેલી પ્રાઇમરી ચૂંટણીના વિજેતા ઇન્‍ડિયન અમેરિકન મહિલા સુશ્રી અનિતા મલિકને નવે. માસમાં જનરલ ચૂંટણી લડવા માટે ઇન્‍ડિયન અમેરિકન ઇમ્‍પેક્‍ટ ફંડએ સમર્થન ઘોષિત કર્યું છે. તેઓ છેલ્લી ૨ ટર્મથી ચૂંટાઇ આવતા રિપબ્‍લીક કોંગ્રેસમેનનો મુકાબલો કરશે.

આ સમર્થન મળવાથી ખુશી વ્‍યક્‍ત કરતા સુશ્રી અનિતાએ જણાવ્‍યું હતું કે, કોમ્‍યુનીટીની સેવા કરવા તથા તેમના હક્કોનું રક્ષણ કરવા માટે મને પ્રોત્‍સાહન મળ્‍યું છે.

સુશ્રી મલિકએ કોમ્‍પ્‍યુટર ઇન્‍ફોર્મેશન સિસ્‍ટમ એન્‍ડ ફાઇનાન્‍સ સાથે એરિઝોના સ્‍ટેટ યુનિવર્સિટીમાંથી બેચરલ તથા બ્રોડકાસ્‍ટ જર્નાલીઝમ સાથે યુનિવર્સિટી ઓફ સાઉર્થન કેલિફોર્નિયામાંથી માસ્‍ટર ડીગ્રી મેળવેલી છે.

(11:12 pm IST)