મુખ્ય સમાચાર
News of Wednesday, 12th September 2018

‘‘વક્ર તુંડ મહાકાય...'': અમેરિકામાં સિધ્‍ધી વિનાયક મંદિર, બ્રાય કેલિફોર્નિયા મુકામે ૧૩ સપ્‍ટેં.૨૦૧૮ના રોજ ગણેશ ચતુર્થી ઉત્‍સવ ઉજવાશે

કેલિફોર્નિયાઃ યુ.એસ.માં સિધ્‍ધી વિનાયક મંદિર, ૨૦૧, વેસ્‍ટ એશ સ્‍ટ્રીટ, બ્રાય કેલિફોર્નિયા મુકામે ૧૩ સપ્‍ટેં.૨૦૧૮ના રોજ ગણેશ ચતુર્થી ઉત્‍સવ ઉજવાશે જે અંતર્ગત સાંજે ૫ વાગ્‍યાથી ઉજવણી શરૂ કરાયા બાદ ૬-૩૦ કલાકે આરતી થશે.

બાદમાં ૧૪ સપ્‍ટેં.થી ૨૩ સપ્‍ટેં.૨૦૧૮ દરમિયાન દરરોજ વર્કીંગ ડે દરમિયાન સાંજે સાત કલાકે તથા વીક એન્‍ડમાં સાંજે ૫ કલાકે આરતી થશે. બાદમાં પ્રસાદ વિતરણ કરાશે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(11:10 pm IST)