News of Wednesday, 12th September 2018
હૈદરાબાદના નિઝામ મ્યુઝિયમમાંથી ચોરાયેલા સોનાના ટિફિનમાં લંચ લેતો ચોર પકડાઈ ગયો : મુંબઈની ફાઈવ સ્ટાર હોટલમાં પાંચ દિવસ સુધી સોનાના ટિફિનમાં જમવાનો લ્હાવો લીધો
હૈદરાબાદ : હૈદરાબાદના નિઝામ મ્યુઝિયમમાંથી 2 સપ્ટે ના રોજ 50 કરોડ રૂપિયાની કિંમતના મનાતા સોનાના ટિફિન અને કપ રકાબીની ચોરી કરનાર બે શખ્સોને મુંબઈની ફાઈવ સ્ટાર હોટલમાંથી પકડી પાડવામાં પોલીસને સફળતા મળી છે.નવાઈની વાત એ છે કે આ બંને ચોર હૈદરાબાદથી ભાગી જઇ મુંબઈની ફાઈવ સ્ટાર હોટલમાં રોકાયા હતા.જ્યાં 5 દિવસ સુધી નિઝામના સોનાના ટિફિનમાં જમવાનો લ્હાવો લીધા બાદ પકડાઈ ગયા હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
(9:15 am IST)