મુખ્ય સમાચાર
News of Wednesday, 12th September 2018

દેશમાં ઓગસ્ટમાં સળંગ ત્રીજા મહિને સામાન્ય કરતાં ઓછો વરસાદ પડ્યો

નવી દિલ્હી :ભારતીય હવામાન વિભાગના સત્તાવાર આંકડા પ્રમાણે સળંગ ત્રીજા મહિને વરસાદમાં ઘટ પડી છે. ઓગસ્ટમાં લોંગ પિરિયડ એવરેજ (એલપીએ)ના 92 ટકા વરસાદ પડ્યો છે, જ્યારે જૂનમાં 95 ટકા અને જુલાઈમાં 94 ટકા વરસાદ પડ્યો હતો એમ ભારતીય હવામાન વિભાગે દર્શાવ્યું હતું.

 ઓગસ્ટ મહિનામાં કેરળમાં ભયાનક પૂરની સ્થિતિ હતી અને બીજાં રાજ્યોમાં વધુ પડતો વરસાદ પડ્યો હતો.

(9:16 am IST)