મુખ્ય સમાચાર
News of Wednesday, 12th September 2018

સંઘના પ્રમુખ મોહન ભગવતજીના હિન્દૂ અંગેના નિવેદન પર શિવસેનાએ ઉઠાવ્યા અણીયારા સવાલ

આક્રમક થયેલા હિંદુઓને તેમના જ રાજમાં કાયદાની ટેંક હેઠળ કચડાઈ રહ્યા હોય તો સંઘની ઝોલીમાં કયું ચુરણ છે

મુંબઈ :શિકાગોમાં આરએસએસ પ્રમુખ મોહન ભાગવતના હિંદુઓને લઈને આપેલા નિવેદન પર શિવસેનાના મુખપત્ર સામનામાં પાર્ટી પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ સંઘ પ્રમુખ મોહન ભાગવતના એ નિવેદન પર સવાલ ઉઠાવ્યા છે કે હિંદુઓમાં વર્ચસ્વ બનાવવાની કોઈ મહત્વકાંક્ષા નથી. આક્રમકતા પણ નથી.

 ભાગવતે શિકાગોમાં કહ્યું હતું કે એક સમાજના રૂપમાં હિંદુઓએ ભેગા થઈને માનવ જતિના કલ્યાણ માટે પ્રયાસ કરવા જોઈએ.. ઉદ્ધવ ઠાકરેએ સામનામાં તંત્રીલેખમાં ભાગવતના નિવેદન પર લખ્યુ છે કે આ હિંદુઓ પર લાવાયેલો આરોપ છે.

  હિંદુ આક્રમક હોય એનો મતલબ શું કરવો. અને આક્રમક થયેલા હિંદુઓને તેમના તેમના જ રાજમાં કાયદાની ટેંક હેઠળ કચડાઈ રહ્યા હોય તો તેના માટે સંઘની ઝોલીમાં કયું ચુરણ છે. હિંદુઓના વર્ચસ્વ બનાવવાની મહત્વકાંક્ષા હતી. માટે છત્રપતિ શિવાજી મહારાજે હિંદવી સ્વરાજ્યની સ્થાપના કરી.

(7:54 pm IST)