મુખ્ય સમાચાર
News of Wednesday, 12th September 2018

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ભડકાઉ ભાષણ મુદ્દે સુપ્રીમ કોર્ટ દખલ નહિ કરે

આ મામલામાં સુપ્રીમ કોર્ટ કોઈ દખલ નહીં કરે. નીચલી કોર્ટ આ મામલામાં પોતાના વિવેકથી કાર્યવાહી કરે.

નવી દિલ્હી :ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ભડકાઉ ભાષણ મામલે સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ મામલામાં સુપ્રીમ કોર્ટ કોઈ દખલ નહીં કરે. નીચલી કોર્ટ આ મામલામાં પોતાના વિવેકથી કાર્યવાહી કરે.

   અત્રે ઉલ્લેખનીય છે કે યોગી આદિત્યનાથનો આ મામલો લગભગ 11 વર્ષ જૂનો છે. 27 જાન્યુઆરી 2007માં યોગી આદિત્યનાથે ગોરખપુરમાં સાંપ્રદાયીક હિંસા થઈ હતી. આ હિંસામાં બે લોકના મોત થયા હતા. અને કેટલાક લોકો ઘાયલ થયા હતા. ત્યારે યોગી આદિત્યનાથ સાંસદ હતા. ત્યારે રાધા મોહન દાસ અગ્રવાલ અને ગોરખપુરના તત્કાલીન મેયર અંજુ ચૌધરી પર ભડકાઉ ભાષણ અને હિંસા ભડકાવવાનો આરોપ લાગ્યો હતો.

 પાછલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે ઉત્તરપ્રદેશ સરકારને નોટીસ આપીને પૂછ્યું હતું કે યોગી આદિત્યનાથ પર કેસ કેમ ન નોંધવામાં આવે.

(7:52 pm IST)