મુખ્ય સમાચાર
News of Wednesday, 12th September 2018

નાગાલેન્ડ પુર : બે જિલ્લા હજુ સંપૂર્ણપણે સંપર્ક વિહોણા જ છે

બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે જારી : ફેક અને કિફિરે જિલ્લામાં હાલત હજુ પણ ચિંતાજનક છે

કોહિમા, તા. ૧૧ : નાગાલેન્ડમાં ભીષણ પુરથી સૌથી વધારે પ્રભાવિત બે જિલ્લાઓમાં હાલત કફોડી બનેલી છે. ફેક અને કિફિરે જિલ્લામાં ભેખડો ધસી પડવાના કારણે હાલત કફોડી બનેલી છે. આ જિલ્લાઓમાં ફસાયેલા લોકો સુધી પહોંચવામાં જિલ્લા વહીવટીતંત્રને સફળતા મળી રહી નથી. ફેક જિલ્લા વહીવટીતંત્રનું કહેવું છે કે, તેને આધારભૂત માળખાને થયેલા નુકસાનને પહોંચી વળવા માટે ૪૧૬.૦૬ લાખ રૂપિયા અને કૃષિ માટે પણ આટલા જ રૂપિયાની જરૂર છે. બંને જિલ્લાના વહીવટીતંત્રએ નુકસાન અંગેનો અહેવાલ કેન્દ્રીય ટીમની સમક્ષ રજૂ કરી દીધો છે. કેન્દ્રીય ટીમે આ રિપોર્ટને જાહેર કરી દીધો છે. અધિકારીઓનું કહેવું છે કે અન્ય જિલ્લાઓ પાસેથી પણ રિપોર્ટ માંગવામાં આવ્યા છે. ફેક જિલ્લાના અધિકારીઓનું કહેવું છે કે, જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા સંપૂર્ણપણે નાશ પામેલા આવાસોમાં મદદ કરવામાં આવી રહી છે.

ભેખડો ધસી પડવાના પરિણામ સ્વરુપે હાલત કફોડી બનેલી છે. ૨૯મી જુલાઈ દિવસે જિલ્લાના સંપર્ક સંપૂર્ણપણે કપાઈ શકે છે. કિફિરે-કોહિમા અને ટ્યુનસાંગ જિલ્લાને જોડનાર નેશનલ હાઈવે ૨૦૨ને ખુબ નુકસાન થયું છે. આ રસ્તા સાથે જોડાયેલા અન્ય વિસ્તારોને પણ ભારે નુકસાન થયું છે. કિફિરે જિલ્લામાં આશરે ૧૧૦ આવાસ રહેલા છે. ખરાબ હવામાનના પરિણામ સ્વરુપે પણ હાલત કફોડી બનેલી છે. નાગાલેન્ડ અને કેરળમાં હાલમાં વિનાશકારી પુરના કારણ ેહાલત કફોડી બની હતી. કેરળમાં ૪૦૦થી પણ વધુ લોકોના મોત થયા હતા. આ ઉપરાંત હજારો લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. કેરળમાં જનજીવન હવે ધીમીગતિએ પાટા ઉપર આવી રહ્યું છે પરંતુ રોગચાળાનો ખતરો હજુ પણ તોળાઈ રહ્યો છે. સ્થિતિને સુધારવાના બનતા તમામ પ્રયાસ કરાઈ રહ્યા છે.

(12:00 am IST)