મુખ્ય સમાચાર
News of Wednesday, 12th September 2018

રેસ્ટોરન્ટમાં ફ્રીમાં અપાતા પાણીનો અડધો ગ્લાસ વેડફાતો અટકાવવા બેંગલુરૂની ગવિર્તાઅે વ્હાય વેસ્ટ? નામનું પાણી બચાવ અભિયાન શરૂ કર્યું

બેંગલુરુ: શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપણે રેસ્ટોરન્ટમાં જઈએ છીએ ત્યારે કેટલું પાણી વાપરીએ છીએ? જો તમે અંગે ક્યારેય નથી વિચાર્યું, તો હવે વિચારવાનો સમય આવી ગયો છે. બેંગલુરુની સંસ્થાવ્હાય વેસ્ટ?’ની કો-ફાઉન્ડર અને સામાજિક કાર્યકર ગર્વિતા ગુલ્હાટીએ એક ઓનલાઈન અરજી ફરતી કરી છે, જેનો હેતુ રેસ્ટોરન્ટમાં વેડફાતા પાણી અંગે જાગૃતિ ફેલાવવાનો છે.

ગર્વિતાએ તેની ઓનલાઈન અરજીમાં જણાવ્યું છે કે, આપણે રેસ્ટોરન્ટમાં જે અડધો ગ્લાસ પાણી છોડીને આવીએ છીએ તેનાથી દર વર્ષે લગભગ 14 લાખ લીટર પાણીનો બગાડ થાય છે. ગર્વિતાનું કહેવું છે કે, તેનું શહેર (બેંગલુરુ) પહેલેથી પાણીની અછતનો સામનો કરી રહ્યું છે અને જો આવું ચાલતું રહ્યું તો પાણી મળવું મુશ્કેલ થઈ જશે.

નેશનલ રેસ્ટોરન્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NRAI) અને બેંગલુરુના રેસ્ટોરન્ટ માલિકોને ઉદ્દેશીને કરાયેલી પિટિશનમાં રેસ્ટોરન્ટના માલિકોને પાણીના ગ્લાસ નાના રાખી પાણીનો બગાડ અટકાવવા માંગ કરવામાં આવી છે. સાથે ગ્રાહકોને અપીલ કરવામાં આવી છે કે, તેઓ વેઈટરોને અડધો ગ્લાસ પાણી ભરીને લાવવા કહે.

અત્યાર સુધીમાં પિટિશન પર 9000થી વધુ લોકોએ સહી કરી છે. પિટિશન પર 10,000 લોકોની સહી લેવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે.

ગર્વિતાને આશા છે કે, તેની પહેલથી લોકોમાં જાગૃતિ આવશે અને તેઓ કિંમતી કુદરતી સ્ત્રોતોનો વ્યય કરીને જે બેદરકારી દાખવી રહ્યા છે તેમાં સુધારો લાવવાની દિશામાં તેની પિટિશન પહેલું પગલું પૂરવાર થશે.

પહેલા ગર્વિતા અશોકા યુથ વેન્ચર તરીકે પણ રિકોનાઈઝ્ડ થઈ ચૂકી છે. અશોકા ઈનોવેટર્સ વિશ્વની સૌથી મોટી સોશયલ ઈનોવેટર્સ અને ઈન્ટરપ્રિનિયોર્સ છે. તે સ્વિટ્ઝરલેન્ડના ઝુરિચમાં પણ આમંત્રિત કરવામાં આવી હતી. જ્યાં વિશ્વના 42 દેશોના 60 ચેન્જમેકર્સનેગ્લોબલ ચેન્જમેકરના એવોર્ડથી સન્માનિત કરાયા હતા. 60 ચેન્જમેકર્સમાં ભારતમાંથી એકમાત્ર ગર્વિતાનું નામ સામેલ હતું.

(12:00 am IST)