એક મહિલાએ દીપડાને રાખડી બાંધી
સંબંધની સુંદરતા તો જુઓ દીપડાએ આ મહિલાને સહેજ પણ ઇજા પહોંચાડી ન હતી : આ કિસ્સો રાજસ્થાનના રાજસમંજ જિલ્લાનો છે
જયપુર,તા. ૧૩ : રક્ષાબંધનના તહેવારની ઘણા રાજયોમાં ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. ત્યારે આ દિવસે બહેનો તેમના ભાઈઓના હાથ પર રાખડી બાંધે છે. એવામાં રાજસ્થાનના રાજસમંદ જિલ્લામાં અનોખો કિસ્સો સામે આવ્યો છે. ત્યાં એક મહિલાએ એક દીપડાને રાખડી બાંધી. સંબંધની સુંદરતા તો જુઓ દીપડાએ આ મહિલાને સહેજ પણ ઈજા પહોંચાડી ન હતી. હવે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
તમને જણાવી દઈએ કે, રાજસમંદ જિલ્લાના ખેડા ગામની રહેવાસી મહિલા લીલા તેના પતિ સાથે પીયર જઈ રહી હતી. તે દરમિયાન રસ્તામાં તેને એક ઇજાગ્રસ્ત દીપડો રસ્તાની સાઈડમાં ચાલતો જોવા મળ્યો હતો. એવામાં તેણે ગાડી રોકી દીપડાના પગ પર રાખડી બાંધી. મહિલાએ તેનો વીડિયો પણ બનાવ્યો જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
ફીમેલ દીપડી ઇજાગ્રસ્ત થઈ હતી. જે શહેર તરફ જઈ રહ્યો હતો. મહિલા દ્વારા રાખડી બાધ્યા બાદ ત્યાં હાજર કેટલાક લોકોએ તેની સૂચના વન વિભાગને આપી હતી. ત્યારબાદ ડોક્ટરે દીપડીની સારવાર કરી પરંતુ તે દરમિયાન તેનું મોત થઈ ગયું.